પત્ની માટેનો આવો અનોખો પ્રેમ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય..! રણજીતભાઈ ગોલેતરે પોતાની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં એવું કાર્ય કર્યું કે… આખા ગુજરાતમાં…

આપણે અવારનવાર સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોયા હશે કે જેમાં પ્રેમ માટે લોકોએ પોતાનો જીવ આપી દીધો હોય એવું સાંભળ્યું પણ હશે. આ દુનિયામાં ક્યા વ્યક્તિને ક્યારેય અને કેવી રીતે બીજી વ્યક્તિ સાથે પ્રેમ થઈ જતો હોય છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડી જતો હોય છે ત્યારે તે તેના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતો હોય છે.
તો વળી પ્રેમને પામવા માટે કેટલાક લોકો સાહસ કરતા હોય છે, પ્રેમને અમર કરવા પ્રેમીઓ પોતાની પ્રેમિકાની યાદમાં તાજમહેલ બનાવી પ્રેમને અમર કરતા હોય છે. તેવી જ રીતે આજે એક એવો પ્રેમ નો કિસ્સો તમને જણાવીશું. બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામના એક પતિએ આજના યુવાનોને પ્રેમ શું કહેવાય તેનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઢસા ગામમાં રહેતા રણજીતભાઈ ગોલેતરે પોતાની પ્રેમિકા પત્નીના વિયોગમાં શરીર પર માત્ર એક ધોતી પહેરીને ઉઘાડા પગે બહાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા કરી છે. આ તરફ યાત્રા પૂર્ણ કરી તેઓ પરત ફરતા ઢસા ગામ દ્વારા રણજીતભાઈ ને હાથીની અંબાડી પર બેસાડી ઘોડા ઊંટ અને ઢોલ નગારા, ડીજે સાથે તેમનું સન્માન કર્યું હતું.
આપણને બધાને ખબર જ છે કે કોરોના સમયમાં ઘણા લોકોના કોરોનાને લીધે મૃત્યુ થયા હતા. આ વાયરસને લીધે લોકો જીવ ગુમાવ્યા હતા, જ્યારે 2022 માં ગુજરાત દેશ સહિત દુનિયામાં કોરોનાવાયરસ નો કહેર હતો. આ દરમિયાન બંને પતિ-પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ આ કોરોના વાયરસ સામેની જંગમાં રણજીતભાઈ જીતી ગયા.
પરંતુ તેમની પત્ની જીગનાસબેનનું દુઃખદ નિધન થયું હતું. આમ આજે પત્નીના નિધનથી તૂટી પડેલ રણજીતભાઈએ ચારધામની યાત્રા કરવાનો વિચાર કર્યો હતો. જે બાદ તેઓ 19 એપ્રિલ 2022 ના રોજ તેઓ ફક્ત એક ધોતી પહેરીને ઉઘાડા પગે બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રાએ નીકળી ગયા.
આમ જે બાદ તેઓએ કુલ એક વર્ષ અને 12 દિવસે 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરી. જે બાદ તેઓ પોતાના વતન પરત ફર્યા અને જ્યાં તેમણે ગઢડા બી.એ.પી.એસ મંદિરે સંતોના દર્શન અને આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ પોતાના ગામ ઢસા જવા રવાના થયા હતા.