આવી હિંમત ક્યાંથી આવે છે..? 11માં ધોરણના વિદ્યાર્થીએ 8 વર્ષના બાળકની હત્યા કરી નાખી…આ કારણે બાળક બન્યો ક્રાઇમ માસ્ટર

આવી હિંમત ક્યાંથી આવે છે..? 11માં ધોરણના વિદ્યાર્થીએ 8 વર્ષના બાળકની હત્યા કરી નાખી…આ કારણે બાળક બન્યો ક્રાઇમ માસ્ટર

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ઘણા ફિલ્મો આપણ ને કંઈક નવું શીખવતા હોય છે પરંતુ ઘણા ફિલ્મો જોઈને બાળકો તેમાંથી હત્યા કે અન્ય કાળા કાર્ય કરતા શીખતું હોય છે. એવો જ એક ફિલ્મની જેમ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને આપ ચોકી જશો. આ ઘટના સોનીપત માં બની છે કે જ્યાં આઠ વર્ષના બાળકનો અપહરણનો અને હત્યાનો કિસ્સો સામે આવ્યો છે આપને જાણીને નવાઈ લાગશે કે આ હત્યા કોઈ મોટા વ્યક્તિએ નહીં પરંતુ માત્ર 11 માં ધોરણ ભણતા વિદ્યાર્થી એ કરી છે.

જેણે ફિલ્મોની જેમ બાળકનું અપહરણ કરી તેમની કોઈપણ જાતની દયા રાખ્યા વગર હત્યા કરી નાખી છે પોલીસ એ વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે આ હત્યા વધુ અમીર બનવા માટે કરી હતી. મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના સોનીપથ જિલ્લાના બહાલગઢ tdi aespinya સોસાયટીની છે જ્યાં ભોયરામાં હાલમાં જ બનેલી પાણીની ટાંકીમાંથી લોહીથી લતપથ માસુમ 8 વર્ષના બાળકને લાશ મળી આવી હતી.

આ બાળકનું નામ અરજીત ઉર્ફેનુ તરીકે જાણવામાં આવી રહ્યું છે આ મૃતક વ્યક્તિ પેટીએમના એરીયા સેલ્સ મેનેજરનો પુત્ર હતો તપાસ દરમિયાન સોમવારે સાંજે એક સગીર આરોપી દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અપરણ કર્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં તેના પરિવારને ખંડણી નો પત્ર લખી સોંપી દીધો હતો જેના બાદ બાળકના અપહરણની શંકા કરવામાં આવી હતી પોલીસે આખરે હત્યા કરનારા બાળકને ધરપકડ કરી લીધી છે. મૃતક બાળક અને આરોપી બંને એક જ શાળામાં અભ્યાસ કરતા હતા જોકે ખંડણી નો પત્ર આવવાની સાથે જ તેમના પરિવારજનોએ બાળકની શોધખોળના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

આખરે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ફૂટેજ ની પણ તપાસ કરી હતી છતાં પણ મોડી રાત સુધી કોઈ પણ સમાચાર ના મળતા પોલીસે તેના ઘરના નજીકના વિસ્તારની તપાસ કરી હતી જ્યાં તેમને ભોયરામાં બાળકની લાશ મળી હતી આ લાશ પર માથાના ભાગે ખૂબ જ ગંભીર રીતે ફટકા મારવામાં આવ્યા હતા. બાળકના મૃત્યુની જાણ થતા પરિવાર માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલ બાળકને બાળ સુધાર ગૃહમાં મોકલી પોલીસે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *