મીની કાશ્મીર બન્યું જૂનાગઢ…જૂનાગઢ જાવ ત્યારે આ કાશ્મીર જેવી સુંદર જગ્યાએ જવાનું ન ભૂલતા..જુઓ

મીની કાશ્મીર બન્યું જૂનાગઢ…જૂનાગઢ જાવ ત્યારે આ કાશ્મીર જેવી સુંદર જગ્યાએ જવાનું ન ભૂલતા..જુઓ

છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 224 તાલુકામાં વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેરમાં સૌથી વધુ 10.5 ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઇ છે. જેના લીધે ઘણા વિસ્તારોમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. જોષીપુરામાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાવાને લીધે(Beautiful scenery of waterfalls in junagadh) અંડર બ્રિજ બંધ કરાયો છે. પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, જૂનાગઢમાં વરસાદ વરસતા નયનરમ્ય વાતાવરણ પણ સર્જાયું છે. ગિરનાર પર્વત અને દાતાર પર્વત ભારે વરસાદને પગલે ઝરણા વહેતા થયા છે.

જૂનાગઢમાં સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે વરસાદ વરસતા નયનરમ્ય વાતાવરણ પણ સર્જાયું છે. ગિરનાર પર્વત અને દાતાર પર્વત ભારે વરસાદને પગલે ઝરણા વહેતા થયા છે. પર્વત પર વરસાદ વરસતાં ઝરણાં અને ધોધ વહેતાં થયાં છે. પર્વતોની વચ્ચેથી વહેતાં ઝરણાં જાણે કુદરતનું સોળે કળાએ ખીલી ઉઠે છે. દત્ત અને દાતારની ભૂમિમાં આધ્યાત્મ સાથે કુદરતી સૌંદર્ય પણ જોવા મળ્યું છે.

જૂનાગઢ તાલુકામાં છેલ્લા 22 કલાકમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં થયેલા સારા વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી છવાયેલી છે, ગીરનાર પર્વત પરથી તળેટીમાં જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

જૂનાગઢમાં ઠેરઠેર ભારે વરસાદના કારણે નદી, નાળા તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવા પાણી આવ્યા છે.

વરસાદ વરસતા નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે. ગિરનાર પર્વત અને દાતાર પર્વત ભારે વરસાદને પગલે ઝરણા વહેતા જોવા મળી રહ્યા છે.

જૂનાગઢ

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *