જુના ઘરના રસોડામાં ટાઈલ્સ નાખતી વખતે ખોદેલી સુરંગ મળી આવી, અંદર ઉતરીને જોયું તો મળ્યું એવું કે પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયો..!

પહેલાના સમયની અંદર કિંમતી ચીજ વસ્તુઓ ખૂબ જ મુશ્કેલ સાબિત થતી હતી. હજુ પણ જૂના બાંધકામોની અંદર એવા ઘણા બધા કોઠારો અને સુરંગો મળી આવે છે, જે પહેલાના સમયમાં બાંધવામાં આવી હોય અત્યારે એક જૂના મકાનના રસોડામાં ટાઇલ્સ નાખવાનું કામકાજ ચાલતું હતું..
ત્યારે ખૂબ જ જૂની પુરાણી એક ખોદેલી સુરંગ મળી આવી હતી અને આ સુરંગે સમગ્ર પરિવારના નસીબ ખોલી નાખ્યા હતા, આ ઘટના બાથાપુરની પાસે આવેલા પીડળનાથ ગામની છે, આ ગામડાની અંદર ત્રિકમભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે રહે છે. તેમનું મકાન ખૂબ જ જૂનું પુરાણું છે, તેમના વડીલ દાદાએ બનાવેલા મકાનની અંદર સમગ્ર પરિવાર રહે છે..
અને પરિવાર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે, જૂના મકાનના રસોડામાં ચારે કોરથી દિવાલ ખૂબ જ જર્જરીત થઈ ગઈ હતી અને નીચેનું ફ્લોરિંગ પણ ખૂબ જ તૂટી જવાને કારણે પરિવારે રસોડાની અંદર ટાઇલ્સ નાખવાનું વિચાર્યું હતું, એ મુજબ તેઓએ કેટલા કારીગરોને પણ પોતાને ઘરે બોલાવી લીધા હતા અને રસોડામાં ટાઇલ્સનું કામકાજ પણ શરૂ કરાવી દીધું હતું..
જ્યારે થોડું ઘણું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે, આ રસોડાની નીચે તો એક સુરંગ ખોદવામાં આવી છે, આ સુરંગને જોઈને ટાઇલ્સ નાખવા માટે આવેલા કારીગરો તો રોજ ગુમાવી બેઠા હતા, તેઓ વિચારમાં મુકાઈ ગયા કે ઘરની નીચે આટલી મોટી સુરંગની અંદર શું હશે અને આ સુરંગને શા માટે અહીં ખોદવામાં આવેલી હશે..
આ વાતને લઈ પરિવારજનોને પણ કોઈ પણ જાતની ખબર હતી નહીં, જ્યારે તેમના પરિવારના એક ઘરડા વ્યક્તિને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, ત્રીકમ ભાઈના પરદાદાએ અંગ્રેજોના સમયમાં ધનને છુપાવવા માટે રસોડાની નીચે આ સુરંગ બનાવી હતી. પરંતુ આ સુરંગ વિશે ક્યારે પણ તેઓએ કોઈ વ્યક્તિને જણાવ્યું હતું નહીં..
હવે આ સુરંગ વિશે ખબર પડતાં જ તેઓ સુરંગની અંદર પ્રવેશ્યા અને અંદર ઉતરીને જોયું તો એવી ચીજ વસ્તુઓ મળી આવી હતી કે, પરિવાર રાતો રાત કરોડપતિ બની ગયો હતો. આ સુરંગની અંદર ત્રિકમભાઈ અંદર ઉતરીને જોવા લાગ્યા હતા, સુરંગની અંદરથી કેટલાક જીવજંતુ પણ મળી આવ્યા અને ત્યાં એક ધાતુની પેટી મળી આવી હતી..
આ પેટીનું તાળું પણ ખૂબ જ જૂનું પુરાણું લાગતું હતું, હથોડીના ઘા મારતાની સાથે જ આ તાળો પણ તૂટી ગયું હતું અને અંદર જોયું હતું સોના-ચાંદીના સિક્કા અસલ મોતીના હાર અને સોનાના દાગીના પણ મળી આવ્યા હતા, આ ખજાના ને તેઓએ તાબડતોબ સુરંગમાંથી બહાર કાઢ્યો હતો..
ત્રિકમભાઈની પત્ની તોઆંખો ફાડીને જોઈને રાજીની રેડ થઈ ગઈ હતી, તે વિચારવા લાગી કે હવે તેઓ ખૂબ જ મોટો બંગલો બનાવશે અને ગામના પાદરમાં આવેલી જમીનને પણ ખરીદી લેશે. તેઓ અત્યાર સુધી ખૂબ જ ગરીબીમાં જીવન જીવ્યા હતા, પરંતુ તેમના પરદાદા એ તેમના માટે એટલો મોટો ખજાનો છુપાવીને ગયા છે..
આ બાબતની જાણકારી તેમને ન હતી, પરંતુ રસોડાની અંદર ટાઇલ્સ નાખવા માટે આવેલા કારીગરની નજર આ સુરંગ ઉપર પડી ત્યારે તેમને ખબર પડી હતી તેઓએ નક્કી કર્યું કે, આ ખજાનાનો અમુક હિસ્સો રસોડામાં ટાઇલ્સ નાખવા માટે આવેલા કારીગરોને પણ આપવામાં આવશે કારણ કે, જો આ કારીગરો ટાઇલ્સ નાખતી વખતે ખોદકામ શરૂ કર્યું ન હોત..
તો હજુ પણ આ સુરંગ વિશે પરિવારના કોઈ પણ સભ્યને ખબર પડે જ નહીં આ ખજાનાને જોઈને પરિવાર મન મૂકીને રાજી થઈ ગયો હતો, આ પ્રકારના ઘણા બધા કિસ્સા પાછળના સમયમાં સામે આવી ચૂક્યા છે. અને વધુ એક આવો ખજાનાને લઈને કિસ્સો સામે આવી જતા ગામમાં પણ ચર્ચાનો વિષય બની ગયો હતો કે..
ત્રિકમભાઈના પરદાદાએ જે ધનને એકઠું કરી રાખ્યું હતું. તેનો લાભ ત્રણ પેઢી બાદ તેમના દીકરાઓને થઈ રહ્યો છે, હકીકતમાં દાદાએ એ સમય પણ કરેલી મહેનતને અત્યારે પણ તેમની પેઢીના દરેક વ્યક્તિ ખૂબ જ માન સન્માન આપી રહ્યા છે..