સસરાએ ધક્કો મારીને કાઢી મુકતા મહિલા તેના પિયરે આવીને આપઘાત કરી લીધો, ચિઠ્ઠીમાં લખ્યું એવું કે સાંભળીને ભલભલાનો જીવ ગોથા ખાઈ ગયો..!

જીવનમાં રોજબરોજની હેરાનગતિઓ સહન કરવાનો વારો આવે તો જીવન જીવવાની બિલકુલ મજા આવતી નથી, હાલના સમયમાં 25 વરસની શિવાની બઢાણા નામની એક પરણીત મહિલાએ કામકાજ કરીને જીવન ટૂંકું કરી દીધું છે, અને તેમના કારણ જ્યારે સામે આવ્યું ત્યારે સાસરીયા વાળા લોકોના કાળજા ફાટેલા રહી ગયા હતા..
આજથી બે વર્ષ પહેલાં નરેન્દ્ર બઢાણાની એકની એક દીકરી શિવાનીના લગ્ન મનોહરપુરા ગામમાં રહેતા પ્રસંજિત નામના યુવક સાથે કરવામાં આવ્યા હતા. પ્રસંજિત સીઆઈએસએફમાં એસઆઈના પદ ઉપર નોકરી બજાવે છે, જ્યારે શિવાનીના લગ્ન કરવામાં આવ્યા ત્યારે મોટી ગાડીની સાથે સાથે રૂપિયાનું પણ દહેજ આપવામાં આવ્યું હતું..
છતાં પણ આજે શિવાનીને તેના સાસરીયા વાળાની હેરાનગતિને કારણે જીવન ટૂંકવી દેવાનો વારો આવી ગયો હતો. શીવાની તહેવારની રજાઓમાં તેના પિયરમાં આવી ગઈ હતી અને ત્યાં આવતાની સાથે જ તે ખૂબ જ દુઃખી હતી. બપોરના સમયે જ્યારે પરિવારના સભ્યો તહેવારની ઉજવણીમાં લાગી પડ્યા હતા..
ત્યારે તેઓએ શિવાનીને તેને રૂમમાંથી બોલાવવાની કોશિશ કરી પરંતુ વારંવાર દરવાજો ખટખટાવ્યા બાદ પણ શિવાની તેના રૂમમાંથી બહાર ન આવતા રૂમનો દરવાજો તોડી નાખીને જોવામાં આવ્યો હતો. શિવાની અંદર રૂમમાં લટકેલી હાલતમાં મળી આવી હતી, પરિવારજનો એ તરત જ તેને નીચે ઉતારીને માન સરોવરની એક ખાનગી હોસ્પિટલ ની અંદર સારવાર માટે લઈ ગયા..
પરંતુ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. શિવાનીના રૂમમાંથી એક અંતિમ નોટ પણ મળી આવી હતી અને અંતિમ નોટના શબ્દો સાંભળતાની સાથે સૌ કોઈ લોકોના રુંવાટા બેઠા થઈ ગયા હતા, આ અંતિમ નોટની અંદર તેણે લખ્યું હતું કે, મને મારા સાસરીયે સતત હેરાનગતિ પહોંચાડવામાં આવે છે..
મારી માનસિક સ્થિતિને ખરાબ કરી નાખી છે, તેમજ મારા પતિએ મને ખૂબ જ ઢોરમાર પણ માર્યો છે. અને મારી ઈજ્જત કાઢી નાખી હતી. તે વારંવાર મને ધમકીઓ પણ આપતો હતો અને એટલો બધો હેરાન પરેશાન કરતો હતો કે, જેની ન પૂછો વાત. તેણે શરૂઆતમાં તો આ બધી હેરાનગતી તે સહન કરતી રહી પરંતુ જ્યારે સાસરીયાવાળા લોકોનું મન ભરાયુ નહીં..
ત્યારે તેઓએ દહેજની પણ માંગણી શરૂ કરી દીધી હતી, આ બધા વર્તનને લઈને તેને તેની જિંદગી ખૂબ જ ખરાબ લાગવા લાગી હતી અને તેણે આપઘાત કરીને જીવન ટૂંકવી દેવાનો વિચાર્યું હતું. અંતમાં તેને જણાવ્યું કે, તેના સાસરીયા વાળા લોકોએ તેને ખૂબ જ હેરાન કરી છે. જેને લઇ તેને કડકમાં કડક સજા થવી જોઈએ અને મને ન્યાય અપાવજો એમ કહીને તેને આપઘાત કરી લીધો હતો..
જ્યારે શિવાની તેના પિયરમાં આવી હતી, એના બે દિવસ અગાઉ તેના તેને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. એ વખતે શિવાનીને તાવ આવી રહ્યો હતો, છતાં પણ આવી પરિસ્થિતિ ની અંદર તેના સસરા એ તેને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકી અને શિવાનીને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું..
રોજબરોજ આવી ઘણી બધી ઘટનાઓ જુદા જુદા વિસ્તારોમાંથી સામે આવવા લાગી છે. જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. શિવાનીના પિતા નરેન્દ્રભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરીને તેમના સાસરિયા વાળા લોકો ગુલામીમાં જીવન જીવવા ઉપર મજબૂર કરી દીધી હતી..
અને આ બધી બાબતોથી કંટાળી જઈને તેમની દીકરીનો જીવ ચાલ્યો ગયો છે. તો બીજી બાજુ પોલીસ ફરિયાદને આધારે તપાસની કામગીરી પણ ચાલી રહી છે, જેમાં સાસરીયાવાળા લોકોનું પૂછપરછ પણ કરવામાં આવી રહી છે..