પિતાએ વિદ્યાર્થી ને ધોરણ ૧૨ નું રિજલ્ટ પૂછતાં જ કિશોર રૂમ માં ચાલ્યો ગયો અને દરવાજો બંધ કરી દીધો…થોડાં સમય બાદ પિતા એ રૂમ માં જોયું તો…

ગુજરાતમાં થોડા સમય પહેલા જ ધોરણ 12 નું પરિણામ જાહેર થયું છે ઘણા વિદ્યાર્થીઓએ પોતાના પરિશ્રમ થકી ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે. તો ઘણા વિદ્યાર્થીઓએ પોતાની આશા પ્રમાણેનું પરિણામ ના મેળવતા આત્મત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે તેઓ જ એક કિસ્સો ઝાંસીમાં સામે આવ્યો છે. જેમાં બારમા ધોરણમાં સતત બીજીવાર નાપાસ થતાં વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લીધી હતી.
વિદ્યાર્થીનું બપોરે પરિણામ આવતા ની સાથે જ તે ડિપ્રેશનમાં ચાલી ગયો હતો તે બાદ જ્યારે તેના પિતાએ તેનું પરિણામ પૂછ્યું ત્યારે તે સર્વર ડાઉન હોવાનું બહાનું કરીને રૂમમાં ચાલી ગયો હતો ત્યારબાદ ત્યાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ વિદ્યાર્થીનું નામ સમીર ગૌતમ છે. તેની ઉંમર માત્ર 18 વર્ષની છે તેવો બડા ગાવ ગેટના શંકરસિંહ ના બગીચામાં સ્થિત કૃદરીનો રહેવાસી હતો. આ વિદ્યાર્થી લક્ષ્મી ગેટની બહાર આવેલી કુલદીપ સરસ્વતી મંદિર સ્કૂલમાં બારમા ધોરણનો અભ્યાસ કરતો હતો.
વિદ્યાર્થીની માતા કહે છે કે જ્યારે આ ઘટના બની ત્યારે હું અમારા નજીકના લગ્નમાં ગઈ હતી આ સમયે મારો પુત્ર અને મારા પતિ જ ઘરે હતા. મને જાણ હતી કે આજે મારા પુત્રનું પરિણામ આવવાનું છે તેથી જ જ્યારે તેના પિતાએ પરિણામ વિશે પૂછ્યું તો તેણે સર્વર નું બહાનું કરી રૂમમાં ચાલી ગયો હતો. તે બાદ તેણે રૂમમાં જઈને સીલીંગ ફેન સાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો તે આ રીઝલ્ટ જોયા બાદ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો તેના કારણે તેને પગલું ભર્યું હતું. વધુ સમય બાદ તે રૂમની બહાર ના નીકળતા પિતા રૂમમાં ગયા હતા. જ્યારે તેના પિતા રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે તેનો પુત્ર લટકતો હતો તે જોઈને પિતાના હોશ ઉડી ગયા હતા.
પરિણામના એક દિવસ પહેલા મૃતક વિદ્યાર્થીના પિતા પર તેના કાકીનો પણ રીઝલ્ટ બાબતે ફોન આવ્યો હતો તેના બીજા દિવસે જ રિઝલ્ટ ખરાબ આવતા તેણે આ પગલું કર્યું હતું. આ જોતા ની સાથે જ તેના પિતાની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ત્યારબાદ આસપાસના પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતા ની સાથે જ તુરંત ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ અને પૂછપરછ હાથ કરી હતી. સમીર સતત બીજીવાર નાપાસ થયો હતો તેથી તે ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો સમીર બે ભાઈઓમાં નાનો હતો તેમના પિતા ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે.
બીજી વાર નાપાસ થવાને કારણે તેણે આ પગલું ભર્યું હતું તે સતત પરીક્ષામાં બીજીવાર નિષ્ફળ રહ્યો હતો. જોકે પરિણામ જાહેર થવાની સાથે જ આવી ઘટનાઓ ઘણી સામે આવી છે જેમાં વિદ્યાર્થી નાપાસ થવાને કારણે અથવા તો પોતાની આશા મુજબનું પરિણામ ના હોવાને કારણે આ પગલું ભરતા હોય છે પરંતુ આત્મહત્યા એ છેલ્લો ઉપાય હોતો નથી. તેની માટે હાર સામે લડી સંઘર્ષ કરી આગળ વધવું જોઈએ તેનાથી જરૂર સફળતા મળે છે તેની આજના દરેક વિદ્યાર્થીઓને જાણ હોવી જોઈએ જેથી કરીને આગળના સમયમાં કોઈ વિદ્યાર્થી આવું પગલું ના ભરે.