આ પ્રેમ નહિ પાગલપન છે! સગાઇ તૂટી તો યુવતીનું અપહરણ કરીને રસ્તામાં જ લીધા સાતફેરા- વિડીયો થયો વાયરલ

આ પ્રેમ નહિ પાગલપન છે! સગાઇ તૂટી તો યુવતીનું અપહરણ કરીને રસ્તામાં જ લીધા સાતફેરા- વિડીયો થયો વાયરલ

જેસલમેરના મોહનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સાંખલા ગામમાં એક યુવકે સગાઈ તોડીને યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીનું અપહરણ કર્યા બાદ આરોપી તેને ઊંચકીને જમીન પરના ઘાસમાં આગ લગાડી અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા હતા. (kidnapped and forcefully married) તેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

જેસલમેરના મોહનગઢના સાંખલા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગાઇ તૂટતા નારાજ થયેલા એક યુવકે યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીનું અપહરણ કર્યા બાદ યુવકે તેને ખોળામાં ઊંચકીને જમીન પરના ઘાસમાં આગ લગાડી તેની ફરતે સાત ફેરા લીધા હતા. તેનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન, યુવતીના સંબંધીઓ અને અન્ય લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું અને આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પણ આપ્યું હતું.

પરિવારે આરોપ લગાવ્યો હતો કે, 1 જૂને સવારે પુષ્પેન્દ્ર સિંહ અને તેના સાથીઓએ સાંખલામાંથી છોકરીનું ઘરની સામેથી અપહરણ કર્યું હતું. યુવતીની સાથે, પુષ્પેન્દ્ર સિંહે નિર્જન જગ્યાએ ઘાસ સળગાવી અને તેને બળજબરીથી પોતાના હાથમાં લઈને અગ્નિ ફરતે ફેરા લીધા હતા. આટલું જ નહિ આ યુવકે લગ્ન થતા હોય તેવો વિડીયો પણ ઉતાર્યો હતો.

ખરેખર, યુવતીની સગાઈ પુષ્પેન્દ્ર સાથે થઈ હતી. થોડા દિવસ પહેલા યુવતીના પરિવારજનોએ સગાઈ તોડીને બીજે ક્યાંક કરી હતી. યુવતીના લગ્ન 12 જૂને છે. આનાથી ગુસ્સે થઈને પુષ્પેન્દ્રએ તેના સાથીઓ સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું અને તેની સાથે બળજબરીથી લગ્ન કરી લીધા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *