મેરે ઘર રામ આયે હે ! જ્યારે મિથિલા ની પાવન ધરતી પર રામ અને સીતા પહોંચ્યા તો ત્યાંના લોકોએ બહુ જ શાનદાર રીતે તેમનું ભવ્ય સ્વાગત કર્યું … જુવો તસવીરો

દૂરદર્શન પર પ્રસારિત થનારી રામાનંદ ના નિર્દેશક માં બનેલ સુપરહિટ પૌરાણિક ધારાવાહિક ‘ રામાયણ’ ને લોકોએ ઘરે ઘરે બહુ જ પસંદ કરી હતી અને જે સમયે ટીવી પર આ ધારાવાહિક પ્રસારિત થતી હતી ત્યારે લોકોની વચ્ચે આને લઈને બહુ જ ક્રેઝ જોવા મળ્યો હતો. ત્યાં જ વર્ષો પછી કોરોના કાળમાં જ્યારે રામાયણ ને ફરી થી ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી ત્યારે લોકોએ ફરીવાર આ ધારાવાહિક ને મોટા પ્રમાણ માં પસંદ કરી હતી.
આજે પણ આ સિરિયલ નો જલવો બરકરાર જોવા મળી રહ્યો છે. રામાનંદ સાગર ની રામાયણ ની સુપરહિટ હોવાનું સૌથી મોટું કારણ હતું આ સિરિયલ ની સ્ટાર કાસ્ટ કેમકે ધારાવાહિક માં નજર આવતા દરેક કિરદાર લોકોની વચ્ચે બહુ જ પ્રખ્યાત થયા હતા. અને દરેક કિરદાર એ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. રામાનંદ સાગર ના નિર્દેશક માં બનેલી રામાયણ ની પછી પણ ઘણી રામાયણ પ્રસારિત કરવામાં આવી હતી પરંતુ રામાનંદ સાગર ની રામાયણ નો મુકાબલો કોઈ કરી શક્યું નહોતું.
આ રામાયણ એ ટેલિવિઝન નિં દુનિયામાં એક અનોખો ઇતિહાસ રચી નાખ્યો છે. રામાયણ ધારાવાહિક માં નજર આવતા તમામ કલાકારો એ પોતાની બહેતરીન એક્ટિંગ થી દરેક કિરદાર ને જીવંત કરી દીધો હતો. અને આજ કારણ છે કે આ કિરદારો ને સદીઓ સુધી લોકો યાદ કરતા રહેશે. આ ધારાવાહિક માં ભગવાન શ્રીરામનો કિરદાર અરુણ ગોવિલ એ નિભાવ્યો હતો જ્યારે માતા સીતાનો કિરદાર અભિનેત્રી દીપિકા ચીખલિયાએ નિભાવ્યો હતો. આ બંને કલાકારો નો માતા સીતા અને ભગવાન રામનો ભજવેલ રોલ લોકોને બહુ પસંદ પણ આવ્યો હતો.
અને આજ કારણે આજે પણ લોકો તેમને તેમના કિરદાર ના આધારે ઓળખે છે. આ બંને કલાકારો ના કિરદાર ને લોકોએ એટલો પસંદ કર્યો હતો કે લોકો વાસ્તવિક જીવન માં પણ તેમને ભગવાન માનવા લાગ્યા હતા. અને તેઓને જોઈને પૂજા કરવા લાગતા હતા. આ વચ્ચે જ ટીવી પરના આ રામ અને સીતા ગયા ગુરુવાર ના રોજ મિથિલા ની સંસ્કૃતિક રાજધાની દરભંગા પહોંચ્યા હતા જ્યા બંનેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે સોશિયલ મીડિયા પર તેમની બહુ જ તસવીરો સામે આવી રહી છે જે ઝડપથી વાઇરલ થઇ રહી છે.
અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયા જ્યારે મિથિલા પહોંચ્યા હતા ત્યારે ત્યાં રીત રિવાજો અનુસાર આ બ્ન્ને કલાકારો નું ભવ્ય અને શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં જ દરભંગા પહોંચ્યા બાદ અરુણ ગોવિલ એ જાતે જ કહ્યું હતું કે મિથિલાની પાવન ધરતી પર આવવાનો મને પહેલીવાર અવસર મળ્યો છે. અને અહીં આવીને હું બહુ જ ગૌરવ અનુભવી રહ્યો છું. આગળ તેમને કહ્યું કે માતા સીતા ની જન્મ ભૂમિ પર આવવું મારા માટે સૌભાગ્ય ની વાત છે. ત્યાં જ મિથિલા માં અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયા ને જોઈને ત્યાંના લોકો બહુ જ ખુશ થયા હતા અને દરેક લોકોએ આ કલાકારોનો સારો સત્કાર કર્યો.