બાર ચોપડી ભણેલા શેરપુરાના વિષ્ણુભાઈ દૂધમાંથી ઘી બનાવીને જુદા જુદા દેશોમાં એક્સપોર્ટ કરીને લાખો રૂપિયાની આવક કરે છે.

જિલ્લાના ડીસાના શેરપુરા ગામ ખાતે રહેતા વિષ્ણુભાઈ માંગીલાલ ચૌધરી છેલ્લા ચાર વર્ષથી કાંકરેજી ગાયના પશુપાલનના વ્યવસાય સાથે જોડાયે લો છે. વિષ્ણુભાઈ ચૌધરી કાંકરેજી ગાયના દૂધમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી દેશ વિદેશમાં વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લોએ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયે લો જિલ્લો છે. જિલ્લામાં મોટો કોઈ ઉદ્યોગ ન હોવાના કારણે આ જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાના કારણે અમુક ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે વધુ જોડાઈ રહ્યા છે. અને પશુપાલનના વ્યવસાયથી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે.
ડીસા તાલુકાના શેરપુરા ગામ ખાતે રહેતા વિષ્ણુભાઈ માંગીલાલ ચૌધરીએ 2016માં 12 કાંકરેજી ગાય સરકારની મદદથી લાવી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો.
હાલમાં તેઓ પાસે કુલ 20 કાંકરેજી ગાયો છે. તેઓ હાલ ગાયના દૂધમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે. તેઓએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
દૂધમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે.
વિષ્ણુભાઈ ચૌધરી દૂધ માંથી અલગ અલગ લગભગ 6 થી વધુ પ્રકારની આઈટમ બનાવે છે. ગાયના દૂધમાંથી તેઓ પેંડા માવો, છાશ, વલોણાનું ઘી, માવો, વગેરે વસ્તુઓ બનાવી વેચાણ કરે છે. તેઓ દરરોજ લગભગ 12થી 14 લીટર દૂધ માંથી આ પ્રોડક્ટ બનાવે છે.તેઓ માવા પેંડા 440 રૂપિયા કિલો, માવો 400 રૂપિયા કિલો, છાશ 20 રૂપિયા લીટર તેમજ વલોણાનું ઘી 1500 રૂપિયા લિટરે વેચાણ કરે છે.
કાંકરેજી ગાયોનું દૂધનું આટલા રૂપિયામાં ખરીદી કરે છે.
વિષ્ણુભાઈ ચૌધરી પોતાની પાસે રહેલી કાંકરેજી ગાયનું દૂધ તો એકત્રિત કરે છે. પરંતુ રાજસ્થાથી જે ગોવાળીયાઓ ગાયો ચરાવવા માટે આ વિસ્તારમાં આવે છે તેમની પાસેથી પણ કાંકરેજી ગાયનું દૂધ 40 રૂપિયાના ભાવે 5000 લિટર ખરીદે છે.
કાંકરેજી ગાયનું ઘી 18 દેશોમાં સપ્લાય કરે
વિષ્ણુભાઈ એ તૈયાર કરેલ કાંકરેજ ગાયનું દેશ સહિત કુલ 18 દેશોમાં ઘી સપ્લાય કરે છે. તેઓ હાલમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, દુબઈ સહિતના દેશોમાં વલોણાનું ઘી વેચે છે.