અમેરિકામાં કરોડોની સંપત્તિ છોડી આ મહિલા, ભારત આવીને ગૌસેવા અને ભૂખ્યાને ભરપેટ ભોજન કરાવે છે

હાલ ખેતી અને પશુપાલન તરફ લોકો દિવસેને દિવસે વધી રહ્યા છે. કોઈએ પોતાનું ભણતર, તો કોઈએ પોતાનો ધંધો છોડી પશુપાલન અને ખેતી કરવાનો નિર્ણય કરી રહ્યા છે. હાલ આવી જ એક મહિલાની વાત અંહિયા થઈ રહી છે, જેમણે અમેરિકામાં પોતાની કરોડોની સંપત્તિ હોવા છતાં આજે ભારત દેશમાં રહીને પશુપાલન કરી રહી છે. સાથો-સાથ આ મહિલા ગરીબ અને ભૂખ્યાને જમાડી પણ રહી છે.
મૂળ અમેરિકાની વતની, આ મહિલા છેલ્લા કેટલાય વર્ષોથી ભારત દેશમાં રહે છે. પોતાનું અમેરિકન નામ બદલીને આ મહિલાએ યશોદા ગોપી કરી નાખ્યું છે. તમને જણાવી દઈએ કે, આ મહિલાના પરિવાર પાસે એટલો રૂપિયો છે કે આજીવન કઈ કામ ન કરે તેમ છતાં એશો-આરામની જીંદગી જીવી શકે છે.
ભારત આવ્યા પહેલા યશોદા અમેરિકામાં એશો આરામની જીંદગી જીવી રહી હતી. પરંતુ આ મહિલાને ભારતની સંસ્કૃતિ અને ભારતીય પ્રથાઓમાં ખૂબ જ દિલચસ્પી હતી. એટલે જ અમેરિકામાં વૈભવશાળી જિંદગી છોડી આ મહિલા ભારતમાં આવી હતી અને સૌથી પહેલાં વૃંદાવન આવી પહોંચી હતી.
આ મહિલાને વૃંદાવન એટલું ગયું હતું કે, તેણે હંમેશા અહીંયા જ રહેવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે મહિલાએ તેમના પરિવારજનોને પણ વાત કરી દીધી હતી. અને હાલ આ મહિલા છેલ્લા કેટલાય વર્ષોથી વૃંદાવનમાં રહે છે. મહિલાએ સૌથી પહેલું કાર્ય પોતાનું નામ બદલ્યું હતું અને યશોદા ગોપી બની ગઈ હતી. આજની તારીખે યશોદા વૃંદાવનમાં શ્રીકૃષ્ણ અને રાધાજી ની ભક્તિ કરે છે સાથોસાથ અહીં ગાયોની સેવા પણ કરે છે.
એક સમયે વૈભવશાળી જિંદગી જીવતી આ મહિલા આજે ભારત નાનકડા ગામમાં રહીને પોતાને હાથે ગાયોના જાણ સાફ કરી રહી છે. હવે વિચાર તો કરો, વિદેશમાં કરોડોની કરોડોની સંપત્તિ ધરાવતી આ મહિલાને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં કેવી લગની લાગે હસે? કે પોતાનું બધું જ છોડીને અહીંયા ભજન ભક્તિ કરે છે અને ગાયોના છાણ સાફ કરે છે.