એકબીજાના સુખમાં અને દુઃખમાં સાથે રહેવાની કસમો ખાધી હતી , રાજકોટની આ મહિલાએ તેના બીમાર પતિની સેવા કરીને ઢાલ બનીને તેમની પડખે ઉભી રહી.

આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ જે તેમના પતિની સેવા કરીને તેમના લગ્ન સમયે લીધેલા વચનો અને કસમો પુરી કરતા હોય છે, તેવા જ આજે આપણે એક કિસ્સાની વાત કરીશું, આપણે બધા લોકો જાણીએ જ છીએ કે 14 ફેબ્રુઆરીના દિવસે બધા લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે, બધા વ્યક્તિઓ તેમના દિલની વાત કરીને આખું જીવન તેમના પ્રેમી પાસે રહેવા માંગતા હોય છે.
તેવા જ આજે આપણે એક દંપતીની વાત કરીશું, આ દંપતી રાજકોટના રહેવાસી હતા, આ દંપતી તેમનું જીવન એકદમ સુખીથી જીવતા હતા, ત્યારબાદ અચાનક જ આ યુવકને કોઈ બીમારી થઇ તો તેના કારણે તેમનું શરીર લકવાગ્રસ્ત થઇ ગયું હતું, તે પછી તેમની પત્ની જ તેમના પતિની સેવા કરતી હતી અને સાથે સાથે આખા ઘરની જવાબદારી પણ સંભાળતી હતી.
આ કિસ્સા વિષે વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આજથી પંદર વર્ષ પહેલા જીજ્ઞેશભાઈને પેરાલીસીસની બીમારી હતી, તેથી તે બિલકુલ હલનચલન કે ચાલી શકતા ન હતા,
તેથી તેવા સમયે તેમની સેવા તેમની પત્નીએ કરી હતી, તે કઠિન સમયમાં તેમની હિંમતથી તેમની ઘરની પણ બધી જવાબદારી નિભાવી રહી હતી, તેથી બધા લોકો આ યુવતીની પ્રશંશા કરી રહ્યા હતા.
જીજ્ઞેશભાઈ રાજકોટમાં રહેતા હતા, જીજ્ઞેશભાઈ રાજકોટમાં રહીને જ્વેલર્સના વ્યવસાય સાથે જોડાઇને તે કામ કરતા હતા, ત્યારબાદ જિજ્ઞેશભાઈને પંદર વર્ષથી પેરાલીસીસની બીમારી હતી, તેથી તેમની બધી જ જવાબદારી તેમના પત્ની હેતલબેન સંભાળતા હતા, હેતલબેન તેમના પતિ જીજ્ઞેશભાઈની સેવા નાના બાળકની જેમ કરતા હતા.
હેતલબેન તેમના પતિની સેવાની સાથે સાથે ઘરનું અને બિઝનેસનું કામકાજ પણ ખૂબ જ સરળતાથી કરી રહી હતી, હેતલબેન તેમના પતિનો વ્યવસાય શરૂ રાખવા માટે સોનાના ઘરેણા બનાવવાનું શીખી ગઇ હતી અને પરિવારની જવાબદારીની સાથે સાથે સોનાનો વ્યવસાય પણ સંભાળતી હતી. તેથી મહિલાના આ કામને જોઈને બધા લોકો તેમના વખાણ કરી રહ્યા હતા.