આ નિવૃત પોલીસ અધિકારીએ માતાપિતાની યાદમાં માતા-પિતાનું મંદિર બનાવી દીધું અને રોજ ભગવાનની જેમ પૂજા અર્ચના કરે છે.

આ નિવૃત પોલીસ અધિકારીએ માતાપિતાની યાદમાં માતા-પિતાનું મંદિર બનાવી દીધું અને રોજ ભગવાનની જેમ પૂજા અર્ચના કરે છે.

ઘણા દીકરાઓને આપણે જોતા હોઈએ છીએ જે તેમના માતાપિતાની સાથે રહીને તેમની સેવા કરતા હોય છે અને તેમની સંભાળ રાખતા હોય છે, ઘણા એવા પણ દીકરાઓ હોય છે જે પોતાના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં પણ છોડી દેતા હોય છે, આજે આપણે એક તેવા જ દીકરા વિષે વાત કરીશું જે દીકરો તમિલનાડુના મદુરાઈનો રહેવાસી હતો.

આ દીકરાએ પોતાના માતાપિતાની યાદમાં એક મંદિર બનાવ્યું હતું. આ દીકરાનું નામ રમેશ બાબુ હતું, તે નિવૃત પોલીસ અધિકારી હતા, રમેશ બાબુ પોલીસ વિભાગમાં એસઆઈની પોસ્ટ પર તેમની ફરજ બજાવી રહ્યા હતા અને તેમના માતા-પિતાને તે ખૂબ જ પ્રેમ કરતા હતા, રમેશ બાબુ તેમના માતા-પિતાને ભગવાન માનતા હતા.

તેથી રમેશ બાબુએ તેમના માતા-પિતાની યાદમાં એક સુંદર મંદિર બનાવ્યું હતું, રમેશ બાબુ જયારે તેમની ફરજ પરથી નિવૃત થયા ત્યારબાદ તેમને માતાપિતાનું એક મંદિર બનાવ્યું હતું, મંદિર બનાવ્યા પછી રમેશ બાબુ દરરોજ તેમના માતા-પિતાની મૂર્તિઓના દર્શન કરીને ફૂલનો હાર અર્પણ કરીને પૂજા અર્ચના કરતા હતા, રમેશ બાબુએ જણાવતા કહ્યું હતું કે આ મંદિરના નિર્માણ પછી તેમના માતા-પિતાનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ રમેશ બાબુ આ મંદિર અને મૂર્તિ દ્વારા તે હંમેશા તેમના માતાપિતા સાથે રહેતા હતા, રમેશ બાબુના પોતાના માતા-પિતા પ્રત્યેનો પ્રેમ અને સન્માન જોઈને દરેક લોકો આજે તેમના વખાણ કરી રહ્યા હતા, દરેક લોકો કહેવા લાગ્યા કે દીકરો તો આવો હોવો જોઈએ, તેથી દરેક લોકોએ તેમના માતાપિતાની સેવા કરીને તેમની સાર સંભાળ રાખવી જોઈએ.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *