અંબાલાલ પટેલની આ આગાહીએ ગુજરાતીઓના શ્વાસ અદ્ધર કરાવ્યા

અંબાલાલ પટેલની આ આગાહીએ ગુજરાતીઓના શ્વાસ અદ્ધર કરાવ્યા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(Ambalal Patel) વાવાઝોડા(Cyclone) અંગે આગાહી કરી છે કે, વાવાઝોડુ ઘાતક છે કે પશ્ચિમેં સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છના (Kutch) ભાગમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. ઉત્તર ગુજરાત(Gujarat) તથા રાજસ્થાનના (Rajasthan) ભાગોમાં પણ વાવાઝોડું નો પવન ફૂકાસે. વાવાઝોડા ના અલગ અલગ પડ હોય છે જેના કારણે પવનની ગતિમાં વધારો કે ઘટાડો જોવા મળે છે. ભારે વરસાદ ગુજરાત તથા ગુજરાતના પાડોશી રાજ્યમાં થવાની આગાહી કરીને દેશના અડધા ભાગમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે.

અંબાલાલે જણાવ્યું છે કે, જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે. વાવાઝોડું જ્યારે ગુજરાત સાથે ટકરાસે 150-160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

વાવાઝોડુ જે જગ્યા પર ટકરાશે ત્યાં તારીખ 15,16 અને 17 દરમિયાન ભારે પવન ફૂંકાશે. જેને અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાશે.

વાવાઝોડા ને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન નિક્ષ્ણતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. લગભગ ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

બિપોરજોય વાવાઝોડા વચ્ચે સૌથી મોટા સમાચાર, મહિલા-બાળકો સહીત 150 લોકોના મોત

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સંભાવના જેમાં કાચા મકાન અને ત્રાવાળા મકાનોની અસર થઈ શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

માલધારીઓને પોતાના પશુઓની યોગ્ય જગ્યા પર રાખવાની સલાહ પણ અંબાલાલ પટેલ આપી રહ્યા છે. ઘેટા બકરા ઉડી જાય એટલે તેટલો ભયંકર પવન ફૂંકાશે.

અંબાલાલ પટેલ કહે છે કે વાવાઝોડાને ગંભીરતાથી લેવાની જરૂર છે. દરિયામાં બાંધેલા વાહનોનો પણ વાવાઝોડા ના કારણે ભારે નુકસાન પહોંચી શકે છે. તેમને અમે પણ કહ્યું છે કે એક સમયે એવું લાગશે વાવાઝોડું સમી ગયું છે પરંતુ પુણ્ય ની અસર જોવા મળશે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *