માણસ નહિ અજાયબી છે આ વ્યક્તિ, જે ઉનાળામાં ઓઢે છે ધાબળો અને શિયાળામાં બરફ પર સુઈ જાય છે, ક્યારેય બીમાર પણ નથી થયો, મળી ચુક્યા છે ઘણા એવોર્ડ

માણસ નહિ અજાયબી છે આ વ્યક્તિ, જે ઉનાળામાં ઓઢે છે ધાબળો અને શિયાળામાં બરફ પર સુઈ જાય છે, ક્યારેય બીમાર પણ નથી થયો, મળી ચુક્યા છે ઘણા એવોર્ડ

60 વર્ષના આ કાકાને જોઈને તો ડોકટરો પણ ગોથા ખાઈ ગયા, તેમને ઉનાળામાં લાગે છે ઠંડી અને શિયાળામાં ગરમી, જાણો કોણ છે આ વ્યક્તિ ?

જેમ જેમ ઋતુ બદલાય તેમ તેમ માણસો પણ પોતાના કપડાં અને જરૂરિયાત બદલતા હોય છે. ગરમીમાં હલકા કપડાં પહેરે છે તો શિયાળામાં ગરમ કપડાં પહેરે છે, પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે કાળઝાળ ગરમીમાં પણ ધાબળા ઓઢીને ફરે છે અને શિયાળામાં આ કાકા બરફની લાદી પર પણ સુઈ જાય છે, પહેલીવાર આ વાત સાંભળતા એમ લાગે કે આ વ્યક્તિ માનસિક બીમાર હશે, પરંતુ એવું નથી, આ વ્યક્તિ એકદમ સ્વસ્થ છે અને ખાસ વાત તો એ છે કે તે આજ સુધી બીમાર પણ નથી પડ્યો.

આ વ્યક્તિના શરીરના તાપમાનની વર્તણૂક જોઈને મોટા મોટા ડોક્ટરો અને વૈજ્ઞાનિકો નિષ્ફળ ગયા છે. આ વ્યક્તિ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વ્યક્તિનું નામ સંતલાલ છે. તેઓ લગભગ 60 વર્ષના છે અને તેમના શરીરના વિચિત્ર તાપમાન માટે હરિયાણા સહિત સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. સંતલાલનું શરીર હવામાન સામે કામ કરે છે. શિયાળાની ઋતુમાં જો તેઓ દિવસ દરમિયાન બરફ ન ખાતા હોય તો તેમને આરામનો અનુભવ થતો નથી. કારણ કે તે સમયે તેમને ખૂબ ગરમી લાગે છે. ઉપરાંત, શિયાળામાં તેઓ દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત સ્નાન કરે છે.

બીજી તરફ ઉનાળામાં સંતલાલ પોતાના શરીર પર ચાર રજાઈ ઓઢે છે. આ સિઝનમાં તેમને સખત ઠંડી લાગે છે. જ્યારે તેઓ વધુ ઠંડી અનુભવે છે, ત્યારે તેઓ તાપણું પણ પ્રગટાવે છે. ખાસ વાત એ છે કે તે આજ સુધી બીમાર નથી પડ્યા. તેઓ માત્ર દાળ અને રોટલી જેવો સાદો ખોરાક ખાય છે. તેમણે 1976-77માં મેટ્રિક પાસ કર્યું અને 21 વર્ષની ઉંમરે લગ્ન કર્યા.

તેમના ગામના લોકો તેમને ‘હવામાન વિભાગ’ના નામથી બોલાવે છે. અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, જિલ્લા પ્રશાસને તેમને એક લાખનો પુરસ્કાર આપ્યો છે. ડૉક્ટરો તેને અજાયબી કહે છે. એક વખત વિદેશના ડોકટરોની ટીમે પણ સંતલાલને તપાસ્યા, પણ આજ સુધી કોઈ કહી શક્યું નથી કે શા માટે સંતલાલને ઉનાળામાં ઠંડી અને શિયાળામાં ગરમી લાગે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *