આ છે દુનિયાનો સૌથી ધનવાન ભિખારી, મહિને કમાય છે અધધધ હજાર રૂપિયા, 7 કરોડથી પણ વધારેની છે સંપત્તિ, જુઓ કોણ છે તે ?

આ છે દુનિયાનો સૌથી ધનવાન ભિખારી, મહિને કમાય છે અધધધ હજાર રૂપિયા, 7 કરોડથી પણ વધારેની છે સંપત્તિ, જુઓ કોણ છે તે ?

ભારતનો જ નહિ પરંતુ આ છે દુનિયાનો સૌથી અમીર ભિખારી, મુંબઈમાં છે 1 કરોડથી પણ મોંઘો ફ્લેટ અને દુકાનો, બાળકો ભણે છે હાઈફાઈ સ્કૂલમાં, છતાં રોજ માંગે છે ભીખ, જુઓ

ભિખારીને જોઈને કોઈના દિલમાં પણ દયા આવી જતી હોય છે અને તે આપણી પાસે જયારે માંગવા માટે આવે છે ત્યારે આપણે 5-10 રૂપિયા તેમને આપી દેતા હોઈએ છીએ, પરંતુ શું તમે કયારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિએ ખાલી ભીખ માંગીને જ કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી દીધી હોય ? ત્યારે હાલ એક કરોડપતિ ભિખારીની કહાની સામે આવી છે, જેને દુનિયાનો સૌથી ધનવાન ભિખારી માનવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વિશ્વનો સૌથી ધનિક ભિખારી ભારતના મુંબઈ શહેરમાં રહે છે. ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, ભરત જૈનને વૈશ્વિક સ્તરે વિશ્વના સૌથી અમીર ભિખારી તરીકે ઓળખવામાં આવ્યો છે. તે મુંબઈની સડકો પર ભીખ માંગતો જોવા મળે છે. આર્થિક સંકડામણના કારણે તે શિક્ષણ મેળવી શક્યો ન હતો. તે પરિણીત છે અને તેની પાછળ તેની પત્ની, બે પુત્રો, તેનો ભાઈ અને તેના પિતા છે.

શરૂઆતમાં આર્થિક સમસ્યાના કારણે ભરત જૈને તેમના બાળકોનું શિક્ષણ પૂરું કર્યું. મૂળ મુંબઈના ભરત જૈને રૂ. 7.5 કરોડ અથવા $1 મિલિયનની નેટવર્થ મેળવી છે. માત્ર ભીખ માંગીને તેમની માસિક આવક રૂ. 60,000 થી રૂ. 75,000 સુધીની છે. ભરત જૈન મુંબઈમાં 1.2 કરોડ રૂપિયાનો બે બેડરૂમનો ફ્લેટ ધરાવે છે અને તેણે થાણેમાં બે દુકાનો બનાવી છે, જ્યાંથી તેને 30,000 રૂપિયાનું માસિક ભાડું મળે છે.

ભરત જૈન ઘણીવાર છત્રપતિ શિવાજી ટર્મિનસ અથવા આઝાદ મેદાન જેવા અગ્રણી સ્થળોએ ભીખ માગતા જોવા મળે છે. આટલી સંપત્તિ હોવા છતાં ભરત જૈન મુંબઈની સડકો પર ભીખ માંગવાનું કામ કરે છે. ભરત જૈન 10 થી 12 કલાકમાં પ્રતિદિન રૂ. 2,000 થી રૂ. 2,500 કલેક્ટ કરે છે. તેના વ્યવસાયમાંથી આવક હોવા છતાં, ભરત જૈન અને તેમનો પરિવાર પરેલમાં 1BHK ડુપ્લેક્સ આવાસમાં રહે છે.

આ ભિખારીના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. આ સિવાય પરિવારના અન્ય સભ્યો સ્ટેશનરી સ્ટોર ચલાવે છે, જે આવકનો બીજો સ્ત્રોત છે. અહેવાલો અનુસાર, તેનો પરિવાર તેને ભીખ માંગવાનું બંધ કરવાની સલાહ આપે છે, પરંતુ તે સાંભળતો નથી .દેશમાં ઘણા ભિખારી લાખોપતિ છે. કોલકાતાની રહેવાસી લક્ષ્મી 16 વર્ષની ઉંમરે ભીખ માંગવાનું કામ કરી રહી છે. છેલ્લા 50 વર્ષમાં તેણે ભીખ માંગીને લાખો રૂપિયા એકઠા કર્યા છે

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *