આ દાદી માં બોલિવૂડ અભિનેતાના ઘરે કામ કરી ચૂક્યા છે, છતાં પણ આજે રોડ પર રહે છે, તો બન્યું એવું કે…

મિત્રો અમુક લોકોએ એક સમયે વૈભવી જીવન જીવ્યું હોય છે, પરંતુ કમનસીબે એવું જીવન બદલાય જાય છે કે રોડ પર આવી જતા હોય છે, આવા ઘણાં લોકો છે જેણે નેતા-અભિનેતાના ઘરે કામ કરી રહ્યાં છે જ્યાં તેઓ સુખ-સુવિધા વાળું જીવતા હોય છે. ત્યારે મિત્રો આ લોકો રોડ પર આવી જતા આ જાણીશે ઘણાં લોકો આઘાતમાં સરી પડે છે, કારણ કે એક સમયે તેણે આલીશાન જીવન જીવ્યું હોય પછી ખાવાના પણ ફાંફા પડે તો જીવન મુશ્કેલ બની જતું હોય છે.
મિત્રો આજે અમે એક આવા કહાની જણાવી રહ્યાં છીએ જ્યાં આ દાદી પોતાનું જીવન જીવતા હોય છે પરંતુ સમય એવો પણ આવી જાય છે કે તેણે ક્યારેય વિચાર્યું નથી હોતું અને રોડ પર રહેવા માટે મજબૂર થઈ જાય છે, તો આજે આપણે આ વૃદ્ધના સંઘર્ષમય જીવન વિશે જાણીશું.
અમે જે બાની કહાની જણાવી રહ્યાં છે તેમનું નામ કમલા બા છે, બા જણાવે છે કે હું મંદિરની બહાર બેઠું છું અને અહીં બેસવાથી કોઈ સેવાભાવી લોકો આવે તે મને આપી જાય છે તેમાંથી મારૂ ભરણપોષણ કરૂ છું, આગળ બા જણાવે છે કે મહિને મારી દવાનો ખર્ચ ઘણો આવે છે.
મારી પાસે બધી દવા એક સાથે લેવાના પૈસા નથી હોતા તો બે-ચાર દિવસની દવા લઈને ખાવ છું, દાદી જણાવે છે કે હું પહેલા મુંબઈમાં રહેતી હતી, મે વિનોદ ખન્નાને ઘરે 27 વર્ષ ઘરે નોકરી કરેલી છે, મારા દીકરાઓ બાજુમાં રહે છે છતાં મારી મદદ નથી કરતો, હું આશ્રમમાં રહીને મારૂ જીવન પસાર કરું છું.
ત્યારે મિત્રો આ દાદીની મદદ કરવા માટે સમાજ સેવક એવા પોપટભાઈ આવ્યાં હતાં તેમણે કહ્યું કે બા તમે આવી રીતે મંદિર બહાર માંગશો નહીં આ સમયે તમારે ભગવાનનું નામ લેવાનું હોય છે અને તમે ચિંતા ન કરશો અમે તમારી મદદ અવશ્ય કરશું અને તમે જે રીતે માંગી રહ્યાં છે તે પણ માંગવાની જરૂર નહીં પડે.
આજ સુધી તમે જે માંગીને જીવન પસાર કરો છો તેવી રીતે માંગવું નહીં પડે, આ બા સુરતમાં રહીને પોતાનું જીવન પસાર કરવા માટે આવી રીતે જીવી રહ્યાં છે. બા આગળ જણાવે છે કે હું વિનોદ ખન્નાને ત્યાં કામ કરતી હતીં તો પછી તેમણે મને નોકરી છોડવા માટે કહ્યું અને તેણે બીજા કામવાળી મહિલા રાખી હતી. ત્યારથી હું રોડ પર આવી ગઈ છું.