કેદારનાથ મંદિર પરિસરમાં આ છોકરીએ ઘૂંટણ પર બેસીને તેના પાર્ટનરને કર્યું પ્રપોઝ, સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો જોઈને લોકોએ આપી આ પ્રતિક્રિયા

કેદારનાથ મંદિર પરિસરમાં આ છોકરીએ ઘૂંટણ પર બેસીને તેના પાર્ટનરને કર્યું પ્રપોઝ, સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો જોઈને લોકોએ આપી આ પ્રતિક્રિયા

સોશ્યલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો દરરોજ જુદા જુદા પ્રયાસો કરે છે. કેટલાક ટૂંકા કપડા પહેરીને મેટ્રોમાં આવે છે અને કેટલાક ગટરમાં સૂઈ જાય છે. હવે આવો જ એક વીડિયો કેદારનાથ ધામમાંથી સામે આવ્યો છે જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતીએ કેદારનાથ ધામની સામે પોતાના જીવનસાથીને પ્રપોઝ કર્યું હતું. સોશ્યલ મીડિયા યુઝર્સ આને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે કેદારનાથ ધામમાંથી વીડિયો આવવા લાગ્યા છે, હવે અહીં મોબાઈલ પર પ્રતિબંધ મુકવો જોઈએ.

કેદારનાથ ધામ મંદિર સામે પાર્ટનરને કર્યું પ્રપોઝ

વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ કેદારનાથ ધામ તરફ હાથ જોડીને ઊભું છે. યુવતી કેમેરાવાળા વ્યક્તિને પાછળથી હાથના ઈશારાથી બોલાવે છે. કેમેરા વાળો વ્યક્તિ આગળ વધે છે અને ગુપ્ત રીતે છોકરીના હાથમાં રીંગ મૂકે છે. તરત જ છોકરી તેના ઘૂંટણ પર બેસીને તેના પાર્ટનરને પ્રપોઝ કરે છે. તેનો પાર્ટનર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છોકરી તેને રીંગ પહેરાવી દે છે. આ પછી બંને એકબીજાને ગળે લગાવે છે.

મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ-યુઝર્સ

સોશ્યલ મીડિયા પર આ વીડિયોને લઈને લોકોના જુદા જુદા અભિપ્રાયો છે. ઘણા લોકો કહે છે કે ધાર્મિક સ્થળો પર આ પ્રકારની પ્રવૃત્તિ યોગ્ય નથી. કેટલાક લોકોએ આવા વીડિયોને પ્રેમથી ભરેલા અને ખૂબ જ સુંદર ગણાવ્યા છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું છે કે આ બધું સ્ક્રિપ્ટેડ છે અને માત્ર વાયરલ થવા માટે બનાવવામાં આવ્યું છે. ઘણા યુઝર્સે એમ પણ કહ્યું કે હવે આવી જગ્યાઓ પર મોબાઈલ લઇ જવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ પહેલા પણ એક વખત આવો વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિ પોતાના કૂતરાને પીઠ પર લઈને કેદારનાથ ધામ પહોંચ્યો હતો અને તેણે પોતાના કૂતરા સાથે ભગવાનના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. આ વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ થયો હતો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *