વાહ શું કલાકૃતિ છે… આ શેફે તરબૂચ પર બનાવી એવી જબરજસ્ત કલાકૃતિ કે જોઈને તમે પણ બોલશો “જય શ્રી રામ”..જુઓ વીડિયો

આપણા દેશમાં ઘણા એવા લોકો પણ છે જેમની અંદર અદભુત ટેલેન્ટ ભરેલું પડ્યો છે, પરંતુ ક્યારેક તેમની પરિસ્થિતિ એવી બની જતી હોય છે કે તેમને પોતાનો ટેલેન્ટ ભૂલીને બીજા કોઈપણ કામમાં લાગી જવું પડે છે, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તે પોતાના કામની(Lord Hanuman On Watermelon) સાથે સાથે પોતાના ટેલેન્ટને પણ બતાવતા જોવા મળે છે.
ત્યારે જ હાલમાં એક શેફની અનેરી કળા આનો એક પુરાવો છે. તરબૂચ પર અદ્ભુત આર્ટવર્ક બનાવતા શેફનો એક આવો વીડિયો ઇન્ટરનેટ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને ચારેબાજુથી ખુબ જ પ્રસંશા જોવા મળી રહી છે. શેફ અંકિત બગિયાલ માત્ર ધારદાર છરીનો ઉપયોગ કરીને તરબૂચ પર કોઈપણ છબી કોતરવાની પ્રતિભા છે.
અંકિત હંમેશા આવી ઘટના પસંદ કરે છે અને તેની લઈને આર્ટવર્ક બનાવે છે. ઉદાહરણ તરીકે, તને હાલમાં થોડાક સમયચ પહેલા પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાને તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. ત્યારે તેને થોડાક ટાઇમ પહેલા જ રિલીઝ થયેલી ફિલ્મ આદીપુરષને લઈને પણ અંકિતે પોતાનું આર્ટવર્ક બનાવ્યું. અંકિતે તરબૂચ પર ભગવાન હનુમાનજીની મંત્રમુગ્ધ કરતી છબી બનાવી છે.
શેફે કેપ્શન સાથે પોતાના વીડિયો ક્લિપમાં શેર કરી, “જય શ્રી રામ જય બજરંગબલી.” આ વીડિયોને અત્યાર સુધી કરોડો લોકો પણ જોઈ ચુક્યા છે અને લાખો લોકો લાઈક પણ કરી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા લોકો આ વીડિયો પર શેફની કલાના વખાણ કરતા જોવા મળ્યા છે અને ઘણા લોકો “જય શ્રી રામ” પણ કોમેન્ટમાં લખી રહ્યા છે.