ગુજરાતનો આ બીચ ગોવા કરતાં પણ વધારે સુંદર છે, ફોટા જોઈને ફરવા જવાનું મન થઈ જશે

શિવરાજપુર બીચ માં પ્રકૃતિનું અનોખું સૌંદર્ય નજર આવે છે. ચોખ્ખા અને બ્લુ રંગના પાણીની સાથે શાંત સમુદ્ર કિનારો જોઈને પ્રવાસીઓનું મન જુમી ઉઠે છે. આંખોને શીતળતા પ્રદાન કરવા વાળો વાદળી સમુદ્ર કિનારા વાળો શિવરાજપુર બીચ પર્યટકો માટે સુંદર સ્થળ બની રહેલ છે. આ સમુદ્ર કિનારો સ્વચ્છ સુરક્ષિત અને મનોહર છે. દ્વારકા અને ઓખા ની વચ્ચે સ્થિત શિવરાજપુર બીચ નો વિકાસ ગુજરાત પર્યટન વિભાગ તરફથી કરવામાં આવી રહ્યો છે. પર્યટન, પર્યાવરણ અને સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક “બ્લુ ફ્લૅગ” અનુસાર તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
શિવરાજપુર બીચ સફેદ રેતીની સાથે ખુબ જ શાંત અને સુંદર બીચ છે. અહીંયા પર આવીને તમે સમુદ્રના સુંદર નજારા નો આનંદ માણી શકો છો. સામાન્ય રીતે તો આ શાંત સમુદ્ર કિનારો છે, પરંતુ વિકેન્ડ ઉપર અહીંયા લોકોની ખુબ જ ભીડ હોય છે. આ સમુદ્ર તટ પર તમે પોતાના પરિવાર અને મિત્રોની સાથે ફરવા જઈ શકો છો. શિવરાજપુર બીચ એક એવી જગ્યા છે, જ્યાં બધી જ ચીજો રહેલી છે જે એક શ્રેષ્ઠ સમુદ્ર કિનારે હોવી જોઈએ. અહીંયા ના સમુદ્રનું પાણી એકદમ બ્લુ કલરનું અને ખુબ જ ચોખ્ખું છે.
આ ગુજરાતનો એકમાત્ર એવો બીચ છે, જેને “બ્લુ ફ્લૅગ” નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. “બ્લુ ફ્લૅગ” નો દરજ્જો એવા બીચ ને મળે છે જે દુનિયામાં સૌથી ચોખ્ખા અને સ્વચ્છ હોય છે. ગુજરાતમાં આ બીચ સિવાય ઘોઘલા બીચ ને પણ “બ્લુ ફ્લૅગ” નો દરજ્જો મળેલ છે.
અહીંયા પર એન્જોય કરવા માટે ઘણી બધી ચીજો છે. અહીંયા પર તમે સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ જેવી ગતિવિધિઓનો આનંદ માણી શકો છો. તે સિવાય તમે અહીંયા તરવાનો પણ આનંદ માણી શકો છો અને ઠંડી હવાનો પણ આનંદ લઈ શકો છો. અહીંયા સુર્યોદય અને સુર્યાસ્તનું દ્રશ્ય પણ ખુબ જ સુંદર હોય છે. શિવરાજપુર બીચ ઉપર કેમ્પિંગની સુવિધા પણ છે. તેના માટે તમારે પૈસા ખર્ચ કરવા પડે છે અને તમે અહીંયા રાત પણ પસાર કરી શકો છો.
ધ્યાન રાખો કે ચોમાસાની ઋતુ (જુન અને જુલાઈ) દરમિયાન અહીંયા પર તરવાની અને નાહવાની મનાઈ હોય છે. દ્વારકાની આસપાસ દ્વારકા બીચ, ચોરવાડ બીચ, બેટ દ્વારકા બીચ પણ સ્થિત છે. તમે અહીંયા પણ હરવા ફરવા જઈ શકો છો તે સિવાય તમે શ્રી દ્વારકાધીશ મંદિર, ગોમતી ઘાટ, સુદામા સેતુ, શ્રી શારદા પાઠ, રુકમણી માતા મંદિર, ભડકેશ્વર મહાદેવ મંદિર, ગીતામંદિર, ગોપી તળાવ, લાઈટ હાઉસ, હર્ષદ માતા મંદિર પણ જોવાલાયક છે.
શિવરાજપુર બીચ માં એન્ટ્રી ફી ૩૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ રાખવામાં આવેલ છે. તે સિવાય સ્કુબા ડાઇવિંગ માટે ૨,૫૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ, સ્નોર્કલિંગ માટે ૭૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ, બોટિંગ માટે ૧,૫૦૦ રૂપિયા એક હોડીના તથા આઇલેન્ડ ટુર માટે ૨,૩૫૦ પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવેલ છે.
કેવડિયા બાદ ગુજરાત સરકાર હવે દ્વારકાની નજીક સ્થિત શિવરાજપુર સમુદ્ર તટને એક મોટા પર્યટક સ્થળના રૂપમાં વિકસિત કરવાના પ્રયાસમાં જોડાયેલ છે. હકીકતમાં થોડા સમય પહેલા જ આ બીચને “બ્લુ ફ્લૅગ” સર્ટિફિકેટ મળેલું છે, જે વિશ્વના સૌથી ચોખ્ખા સમુદ્ર કિનારાને મળે છે. ડેનમાર્કની એક સંસ્થા ફાડુડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા શિવરાજપુર બીચ ને “બ્લુ ફ્લૅગ” સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. શિવરાજપુર બીચ ભારત માં આવા કુલ ૮ સમુદ્ર તટમાંથી એક છે. દ્વારકા થી ૧૧ કિલોમીટર દુર સ્થિત શિવરાજપુર બીચ દુનિયાનો સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે.
શિવરાજપુર બીચ ને તેની સ્વચ્છતા, અનુકુળ વાતાવરણ, સમુદ્રની આસપાસ તથા સમગ્ર કિનારે સતત વિકાસના આધાર પર તેની પસંદગી કરવામાં આવેલ શિવરાજપુરની સાથોસાથ દીવ નાં ઘોઘલા, કર્ણાટકનું કાસરકોડ, પાદુબીદરી, કેરલનું કપ્પડ, આંધ્રપ્રદેશનું ઋષિકોન્ડા, ઓરિસ્સાનું ગોલ્ડન તથા અંદમાનનું રાધાનગર બીચ સામેલ છે. શિવરાજપુર દ્વારકા થી ૧૧ કિલોમીટરના અંતર પર છે, જે રુકમણી મંદિરની ઉત્તર દિશામાં છે. આ શાંત સમુદ્ર કિનારો શિવરાજપુર ગામ સુધી ફેલાયેલ છે, જે લાઈટ હાઉસ અને પથરાળ સમુદ્ર તટની વચ્ચે છે. દરિયાની મજા માણવા માંગતા લોકો માટે શિવરાજપુર બીચ એક આદર્શ સ્થળ છે.
શિવરાજપુર બીચ માં પ્રથમ ચરણ અંતર્ગત લગભગ ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને રાઇવલ પ્લાઝા, ઇન્ટરવેશન સેન્ટર, પર્યટક સુવિધા કેન્દ્ર, સાયકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજેસ, પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોયલેટ બ્લોક, ઈલેક્ટ્રીક વર્ક અને ગ્રાઉન્ડ ટેન્ક સહિત ઘણી સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે.
ગુજરાત સરકાર પહેલા અહીંયા ૨૦ કરોડ ખર્ચ કરીને પર્યટક સુવિધાઓ વિકસિત કરવાની યોજના બનાવી રહેલ છે. તેની સાથોસાથ ૧૫૦ થી ૨૦૦ કરોડ રૂપિયાની નવી અવસંરચના વિકસિત કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા અહીંયા પર્યટકો માટે વિશ્વસ્તરીય સુવિધાઓ વિકસિત કરવાની યોજનાઓ ચાલી રહી છે. શિવરાજપુર બીચનાં કિનારે ઇકો ફ્રેન્ડલી સુવિધાઓ તથા કોટેજ બનાવવામાં આવશે. સાથોસાથ અહીંયા મરીન સ્પોર્ટ્સ ફેસીલીટી પણ વિકસિત કરવામાં આવશે.