આ છે અંબાણી પરિવારની 5 પુત્રવધુઓ, જાણો લગ્ન પહેલા શું કરતી હતી?

આ છે અંબાણી પરિવારની 5 પુત્રવધુઓ, જાણો લગ્ન પહેલા શું કરતી હતી?

અંબાણી પરિવારની ચર્ચા દરરોજ થતી રહે છે. અંબાણી પરિવારના પુરુષોની સાથે સાથે આ પરિવારની વહુઓ પણ કોઈથી ઓછી નથી. અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીએ ગયા મહિને 20 ફેબ્રુઆરીના રોજ લગ્ન કર્યા હતા. શ્લોકા મહેતા બાદ હવે નવી પેઢીની બીજી દુલ્હન બનીને ક્રિશા શાહે અંબાણીઓમાં પગ મૂક્યો છે. જો આમ જોવામાં આવે તો અંબાણી પરિવારમાં હંમેશા અંબાણી પુત્રવધૂઓનું વર્ચસ્વ રહ્યું છે. પરંતુ આજે આપણે આ બધાના લગ્ન પછીના જીવન વિશે નહીં પરંતુ લગ્ન પહેલાના જીવન વિશે વાત કરીશું. અંબાણી પરિવારની આ પાંચ વહુઓ લગ્ન પહેલા શું કામ કરતી હતી તે જણાવીશું.

કોકિલાબેન અંબાણી
કોકિલાબેન અંબાણી અંબાણી પરિવારના સૌથી મોટા સભ્ય અને મોટી પુત્રવધૂ છે. 21 વર્ષની ઉંમરે કોકિલાબેનના લગ્ન ધીરુભાઈ અંબાણી સાથે થયા હતા. કોકિલાબેનનો જન્મ 24 ફેબ્રુઆરી 1934ના રોજ જામનગરના એક ગુજરાતી પટેલ પરિવારમાં થયો હતો. 10મા સુધી ભણ્યા બાદ કોકિલાબેને પરિવારનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું. ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા પછી પણ કોકિલાબેને તેમના બાળકો અને પરિવારની જવાબદારીઓ સંભાળી.

નીતા અંબાણી
નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેનની મોટી વહુ છે. લગ્ન પહેલા નીતા અંબાણી એક સ્કૂલમાં ટીચિંગ જોબ કરતી હતી. નીતા ધીરુભાઈ અંબાણીની પસંદગી હોવાનું કહેવાય છે. લગ્ન પછી નીતા અંબાણીએ લાંબા સમય સુધી ટીચિંગ જોબ ચાલુ રાખી. સાથે જ તેમણે પારિવારિક વ્યવસાયમાં પણ ઘણી મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. આજે નીતા અંબાણી દેશની સૌથી સફળ બિઝનેસ વુમનમાં ગણવામાં આવે છે.

ટીના અંબાણી
ટીના અંબાણી કોકિલાબેન અંબાણીની નાની વહુ છે. અનિલ અંબાણીની પત્ની ટીના એક સમયે બોલિવૂડની સફળ અભિનેત્રી હતી. લગ્ન પહેલા ટીનાનું પૂરું નામ ટીના મુનીમ હતું. ફિલ્મોમાં જોડાતા પહેલા ટીના મુનિમે 1975માં ફેમિના ટીન પ્રિન્સેસ ઓફ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. 80ના દાયકામાં ટીનાનો અભિનય બોલિવૂડ ફિલ્મોમાં ખૂબ જ જોવા મળતો હતો. 1991માં અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ ટીનાએ ‘લાઇટ-કેમેરા-એક્શન’ની દુનિયાને અલવિદા કહી દીધું. ટીના અંબાણી પણ હવે એક સફળ બિઝનેસ વુમન છે.

શ્લોકા મહેતા
શ્લોકા મહેતા અંબાણી પરિવારની ત્રીજી પેઢીની મોટી વહુ છે. શ્લોકા દેશના સૌથી મોટા હીરાના વેપારી રસેલ મહેતા અને મોના મહેતાની પુત્રી છે. અભ્યાસમાં ટોપર રહેલી શ્લોકાએ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ અમેરિકા અને લંડનમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. લંડનથી પરત ફર્યા બાદ શ્લોકા તેના પિતાની કંપની ‘રોઝી બ્લુ’ સાથે જોડાઈ હતી. શ્લોકા રોઝી બ્લુ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. એટલું જ નહીં, તે ‘શ્લોકા કનેક્ટ ફોર સંસ્થા’ની કો-ફાઉન્ડર પણ છે.

ક્રિશા અંબાણી
અંબાણી પરિવારની નવી પેઢીની બીજી વહુ ક્રિશા શાહ પણ ખૂબ જ પ્રતિભાશાળી છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમીમાં સ્નાતક થયા બાદ ક્રિશાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી સામાજિક નીતિ અને વિકાસમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. અભ્યાસ પૂરો કર્યા પછી ક્રિશાએ યુકેમાં જ વિશ્વની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક એક્સેન્ચરમાં કામ કર્યું.

જો કે, બાદમાં ક્રિશાએ યુકેની નોકરી છોડીને ભારત આવવાનું નક્કી કર્યું અને પોતાની સોશિયલ નેટવર્કિંગ કંપની શરૂ કરી. ક્રિશાની કંપનીનું નામ ડિસ્કો છે. તે એક સોશિયલ નેટવર્ક કંપની છે જે “ક્રિએટિવ કોલાબોરેશન, ઈન્ટરનેશનલ નેટવર્કિંગ અને કોમ્યુનિટી બિલ્ડીંગ” માં કામ કરે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *