સાઉથ સિંનેમા જગતમાં ફરી સન્નાટો છવાઈ ગયો ! હંમેશા વિલન ના રોલમાં રહેતા એક્ટર નુ મોત થયું…

સાઉથ સિંનેમા જગતમાં ફરી સન્નાટો છવાઈ ગયો ! હંમેશા વિલન ના રોલમાં રહેતા એક્ટર નુ મોત થયું…

સાઉથ સિંનેમા જગતમાં (South cinema )ફરી સન્નાટો છવાઈ ગયો ! હંમેશા વિલન ના રોલમાં રહેતા એક્ટર નુ મોત થતા ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ અભિનેતા કોણ છે જેને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે.( Passed away)

હાલમાં જ અનેક કલાકારે આ દુનિયામાંથી વિદાય લીધી છે, ત્યારે હાલમાં જ સાઉથ ઈન્ડસ્ટ્રીના ખતરનાક ખલનાયક કઝાન ખાનનું નિધન થઈ ગયું છે. મલયાલમ સિનેમામાં (malaym cinema) ખલનાયકની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલા અભિનેતા કઝાન ખાનનું સોમવારે કેરળમાં અવસાન થયું.

હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું છે. તેમના નિધનથી ફિલ્મ જગતમાં શોક છવાઈ ગયો છે. ફિલ્મ નિર્માતા એનએમ બદુષાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અભિનેતાના મૃત્યુની માહિતી આપી છે. (Death) કઝાન ખાને (karamihan) તમિલ ફિલ્મ ‘સેંથામિઝ પટ્ટુ’થી સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું હતું.

જે 1992માં રિલીઝ થઈ હતી. મલયાલમ ઉપરાંત, તેમણે તમિલ અને કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં લગભગ પચાસ ફિલ્મોમાં કામ કર્યું હતું. એક્ટર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના નેગેટિવ પાત્રો માટે ખૂબ જ ફેમસ છે. તમને જણાવી દઈએ કે કઝાન ખાને અનેક ફિલ્મોમાં વિલેનનો કિરદાર નિભાવ્યો છે. તેમના ફિલ્મોની વાત કરીએ તો ‘ગંધર્વમ’, ‘આઈડી મોસેસ’, ‘ધ કિંગ’, ‘વર્ણપકિટ્ટુ’, ‘ડ્રીમ્સ’, ‘ધ ડોન’, ‘માયામોહિની’, ‘રાજાધિરાજા’, ‘ઈવાન મર્યાદરામન’, માં કામ કર્યું છે.

આજે તે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમનું દરેક પાત્ર લોકોના દિલમાં જીવંત રહેશે. અભિનેતાના નિધનથી ચાહકો અને ઇન્ડસ્ટ્રીના દરેક લોકો ખૂબ જ દુઃખી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *