બાગેશ્વર ધામના ભક્તોમાં મચ્યો હાહાકાર- અરજી કરવા આવેલા શખ્સનો મળી આવ્યો મૃતદેહ, એક મહિનામાં ચાર લોકોના મૃત્યુ

બાગેશ્વર ધામના ભક્તોમાં મચ્યો હાહાકાર- અરજી કરવા આવેલા શખ્સનો મળી આવ્યો મૃતદેહ, એક મહિનામાં ચાર લોકોના મૃત્યુ

મધ્યપ્રદેશમાં આવેલું બાગેશ્વર ધામ હમેશા ચર્ચામાં રહે છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri) તેમના ચમત્કારોના લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે હાલમાં જ એક ચોક્વનારી ઘટના બાગેશ્વર(Fourth body found in Bageshwar Dham) ધામમાંથી સામે આવી રહી છે. જેમાં ધામમાં પોતની અરજી માટે આવેલા એક વ્યક્તિનો મૃતદેહ મળવાને કારણે હોબાળો મચી ચુક્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે, એક મહિનામાં અહીંયા થી ચાર મૃતદેહ મળી આવ્યા છે. આજે બાયપાસ રોડ પરથી બાગેશ્વર ધામમાં અરજી કરવા આવેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની માહિતી પોલીસને મળતા જ પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચીને બોડીને બહાર કાઢી લીધી હતી.

એક મહિનામાં અહીંયા થી આ ચોથી ડેડબોડી મળી આવતા પોલીસમાં પણ ગભરાટનો અનુભવ થવા લાગ્યો છે. બાગેશ્વર ધામની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓમાં પણ ચિંતા વધી રહી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે વ્યક્તિ બાગેશ્વર ધામમાં અરજી કરવા માટે આવ્યો હતો. ચોકાવનારી વાત એ છે કે, વ્યક્તિના મૃતદેહ પર એક પણ કપડું ન હતું.

બાગેશ્વર ધામની સુરક્ષાને લઈને ચિંતા પેદા કરતા સમાચારો સતત સામે આવી રહ્યા છે. મંગળવારે અહી મૃતદેહ મળી આવ્યો અને તે પહેલાં, એક મુસ્લિમ યુવક બાગેશ્વર ધામ પરિસરમાં છરી સાથે ઘૂસી ચુક્યો હતો. તે નિર્ભયપણે પરિક્રમા માર્ગ પર ફરતો હતો. હથિયારધારી યુવકોને જોઈને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેની માહિતી તાત્કાલિક સ્થાનિક પોલીસને પણ કરી દેવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકને કસ્ટડીમાં લીધો હતો. સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે, બાગેશ્વર ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, તો સુરક્ષામાં આટલી મોટી ખામી કેવી રીતે?

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *