નાના ભાઈએ રીક્ષા ચલાવીને મોટી બહેનની ભણવાની જવાબદારી લીધી, તો બહેને ડે. કલેક્ટર બની ડંકો વગાડયો…

નાના ભાઈએ રીક્ષા ચલાવીને મોટી બહેનની ભણવાની જવાબદારી લીધી, તો બહેને ડે. કલેક્ટર બની ડંકો વગાડયો…

બંગડીઓ વેચી ગરીબ માતાએ પુત્રીને ભણાવી, દીકરીએ ડેપ્યુટી કલેક્ટર બની વગાડ્યો ડંકો – જાણો સંઘર્ષભરી કહાની

મહિલાઓને ભલે અબલા કહેવામા આવ્યું હોય, પરંતુ તેઓ કેટલી શક્તિશાળી છે તેના ઉદાહરણો આપણને મળતા રહે છે. આવું જ એક ઉદાહરણ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની રહેવાસી વસીમા શેખે(Wasima sheikh) સમાજ સમક્ષ રજૂ કર્યું છે. જેમણે ખૂબ સંઘર્ષ કર્યા પછી મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનમાં ત્રીજું સ્થાન મેળવ્યું અને સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું.

એક સામાન્ય છોકરીથી લઈને ડેપ્યુટી કલેક્ટર બનવાની વસીમાની આ સફર સરળ ન હતી, તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને આ પદ પ્રાપ્ત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જાણવા મળ્યું છે કે તેના પિતા માનસિક રીતે અસંતુલિત છે. અને તેની માતા ઘર ચલાવવા માટે અને તેના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે ઘરે ઘરે જઈને બંગડીઓ વેચે છે.

વસીમાનાં નાના ભાઈએ તેનાં અભ્યાસનો ખર્ચ ઉપાડ્યો-
વસીમાના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી, તેથી પરિવારનો ખર્ચ ચલાવવા માટે, તેની માતા બંગડીઓ વેચતી હતી. તેની સાથે તેનો એક ભાઈ રિક્ષા ચલાવતો હતો. જયારે વસીમાના નાના ભાઈએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને એક નાની કંપનીમાં નોકરી શરૂ કરી, ત્યારપછી તેણે વસીમાના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો.

વસીમાએ તેમનું પ્રારંભિક શિક્ષણ ગામની ટાઉન કાઉન્સિલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું. ત્યારબાદ તેણે બ્લોકની એક હાઈસ્કૂલમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. આ રીતે તેણે પોતાનો અભ્યાસ સરકારી શાળામાં જ કર્યો હતો. તમને જણાવી દઈએ કે વસીમા શેખ નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, તે જે વિચારતી હતી તે કરીને જ રહેતી.

વસીમા શેખનાં 18 વર્ષની ઉંમરે લગ્ન થયાં હતા-
વસીમા શેખના સપના ઘણા મોટા હતા પણ તેને પૂરા કરવા માટે સમય મળી શક્યો ન હતો. કારણ કે આપણા સમાજમાં ઘણી વાર એવું બને છે કે છોકરીઓના લગ્ન વહેલા થઈ જાય છે, તેવી જ રીતે વસીમાના લગ્ન માત્ર 18 વર્ષની ઉંમરે જ થયા હતા. પરંતુ નસીબ તેની સાથે હતું. તેના પતિનું નામ શેખ હૈદર છે, જેઓ તે સમયે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરી રહ્યા હતા, જેણે વસિમાને તેના અભ્યાસમાં પણ મદદ કરી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *