સુસાઈડ કરવા જતી મહિલાને પોલીસે બચાવી લીધી… પછી પોલીસે મહિલાનું દુઃખ જાણીને એવું કામ કર્યું કે… સાંભળીને તમે પણ પોલીસના વખાણ કરતા નહીં થાકો…

સુસાઈડ કરવા જતી મહિલાને પોલીસે બચાવી લીધી… પછી પોલીસે મહિલાનું દુઃખ જાણીને એવું કામ કર્યું કે… સાંભળીને તમે પણ પોલીસના વખાણ કરતા નહીં થાકો…

સુરત શહેરના ગ્રામ્ય પોલીસનું વધુ એક માનવતાનું કાર્ય સામે આવી રહ્યું છે. ગ્રામ્ય પોલીસે કંઈક એવું કામ કર્યું કે સાંભળીને તમે પણ પોલીસના વખાણ કરતા નહીં થાકો. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ધડોઈ ગામની એક મહિલા સુસાઇડ કરવાની હતી. સુસાઇડ કરતા પહેલા મહિલાએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલના ધ્યાનમાં આવી ગઈ હતી અને પછી પોલીસે તાત્કાલિક મહિલાનું લોકેશન ટ્રેસ કરી મહિલા સુસાઇડ કરે તે પહેલા તેના ઘરે પહોંચી ગઈ હતી.

ત્યારબાદ પોલીસે મહિલાને સમજાવી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મહિલા આર્થિક તંગીના કારણે સુસાઇડ જેવું મોટું પગલું ભરવા જતી હતી. મહિલાની આ વાત સાંભળીને પોલીસે ઘરમાં વપરાતી તમામ જરૂરી ચીજ વસ્તુઓ મહિલાને આપીને એક સેવાનું કામ કર્યું હતું.સુરત ગ્રામ્ય પોલીસનો આ કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ કિસ્સો સાંભળીને લોકો ગ્રામ્ય પોલીસના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. સુરત ગ્રામ્ય પોલીસે એક મહિલાને સુસાઇડ કરતા અડતા હોય છે અને મહિલાને આર્થિક રીતે પણ મદદ કરી છે. આ ઘટના સુરત જિલ્લાનો આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાની છે. અહીં આવેલા ધડોઈ એક મહિલા પોતાના ઘરમાં સુસાઇડ કરવા માટે જતી હતી. સુસાઇડ કરતા પહેલા મહિલાએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી.

આ પોસ્ટમાં મહિલાએ ઘણું બધું લખ્યું હતું. ત્યારે આ પોસ્ટ ગામ્ય પોલીસના સાયબર સેલના ધ્યાનમાં આવી ગઈ હતી. પછી પોલીસે સોશિયલ મીડિયાના એકાઉન્ટ પરથી મહિલાનો નંબર લીધો હતો અને પછી તેનો સંપર્ક કરવાની શરૂઆત કરી હતી. પોલીસે જ્યારે મહિલા સાથે વાતચીત કરી ત્યારે પોલીસે તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને પછી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પછી પોલીસે મહિલા સાથે વાતચીત કરી હતી તેને સમજાવી હતી અને તેની સમસ્યાઓ વિશે જાણ્યું હતું. મહિલાને સુસાઇડનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે બે ઘડીક તો પોલીસ પણ નીશબ્દ થઈ ગઈ હતી. વ્યસનની પતિ ઘરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લાવતો ન હતો.

જેના કારણે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું અને આર્થિક તંગી પણ ઉભી થઈ ગઈ હતી. જેથી મહિલાએ સુસાઇડ જેવું મોટું પગલું ભરવાનું નક્કી કર્યું હતું. મહિલાની વાત સાંભળ્યા બાદ પોલીસે પતિને ઠપકો આપ્યો હતો. પછી ઘરમાં જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તે પોલીસે મહિલાને લાવીને આપી હતી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *