છ આંખોની નજર સામે બે આંખવાળી મહિલાએ ગાયબ કરી દીધું મંગળસૂત્ર- વિડીયો જોઇને તમારી આંખે અંધારા આવી જશે

છ આંખોની નજર સામે બે આંખવાળી મહિલાએ ગાયબ કરી દીધું મંગળસૂત્ર- વિડીયો જોઇને તમારી આંખે અંધારા આવી જશે

હરિયાણામાં (Haryana) આવેલી એક જ્વેલરી શોપમાંથી મંગળસૂત્રની ચોરી કરતી એક મહિલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. જ્વેલરે પોલીસને સીસીટીવી ફૂટેજ આપીને ચોરીનો ગુનો નોંધ્યો છે. સિટી પોલીસ સ્ટેશનના SHO કમલદીપે કહ્યું કે, સીસીટીવીના આધારે તેઓએ મહિલાની શોધખોળ શરુ કરી દીધી છે. ટૂંક સમયમાં જ આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવશે.

ગઈ કાલે એક મહિલા કરનાલના સરાફા બજાર સ્થિત ગુપ્તા જ્વેલરી શોપમાં ગઈ હતી. દુકાનના માલિક સંજય ગુપ્તાએ જણાવ્યું કે આ સમય દરમિયાન તેમની મહિલા કામદારો દુકાનમાં હાજર હતી. મહિલાએ તેની મહિલા કર્મચારીઓને મંગળસૂત્ર બતાવવા કહ્યું. દુકાનમાં કામ કરતા કર્મચારીએ મહિલાને દાગીના બતાવવાનું ચાલુ કર્યું. તે દરમિયાન મહિલાએ લગભગ 10 થી 12 મંગળસૂત્ર જોયા.

તે દરમિયાન આરોપી મહિલાએ કામદારોને ગચ્ચો આપ્યો અને તેની થેલીમાં મંગળસૂત્ર નાખ્યું. થોડા સમય પછી મહિલાએ કહ્યું કે તેને મંગલસૂત્ર પસંદ નથી અને તે દુકાનમાંથી બહાર નીકળી ગઈ.

10 મિનિટમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો
CCTV કેમેરામાં જોઈ શકાય છે કે ગઈકાલે સાંજે લગભગ 4:45 વાગ્યે મહિલા ગુપ્તા જ્વેલરી શોપમાં ગઈ હતી. તે પછી તે મહિલા કર્મચારીને મંગળસૂત્ર બતાવવાનું કહે છે. કામદારે પહેલા મહિલાને પાણી આપ્યું. જે બાદ મહિલાને એક પછી એક 12 જેટલા મંગળસૂત્ર બતાવ્યા હતા. મહિલા કેટલાય મંગળસૂત્રો જુએ છે અને તેના ભાવ પૂછે છે.

આ દરમિયાન, મહિલા તેના જમણા હાથમાં મંગળસૂત્ર લે છે અને તેને મુઠ્ઠીમાં બાંધીને બેસે છે. અન્ય મંગલસૂત્રો માટે ભાવતાલ કરી રહી હતી. આ દરમિયાન કામદારોની નજર જતાં જ મહિલાએ મોબાઈલ જમીન પર મૂકવાના બહાને નીચે ઝુકીને તેના હાથમાં રહેલું મંગળસૂત્ર પોતાના પર્સમાં મૂકી દીધું હતું. આ પછી તે કહે છે કે તેને મંગળસૂત્ર પસંદ નહોતું. તે પછી મહિલા 4:57 વાગ્યે દુકાન માંથી બહાર નીકળી જાય છે.

સાંજે બોક્સ રાખતી વખતે ચોરી પકડાઈ
જ્વેલરી શોપમાં માલિક સંજય ગુપ્તાએ જણાવ્યું કે, મહિલાના ગયા બાદ કામદારે તમામ મંગળસૂત્ર એક જ બોક્સમાં રાખ્યા હતા. દુકાનમાં વધુ ગ્રાહકો આવતા હતા. મોડી સાંજે બોક્સમાંથી તમામ મંગળસૂત્રો કાઢીને અલગ-અલગ બોક્સમાં રાખ્યા ત્યારે એક મંગળસૂત્ર ગાયબ હતું. જેની કિંમત દોઢ લાખ જેટલી હતી. બાદમાં CCTV કેમેરા ચેક કરવામાં આવતાં ચોરીની જાણ થઈ હતી.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *