ત્રણ દીકરીઓએ એક સાથે સરકારી નોકરી મેળવીને તેમના ખેડૂત પિતાનું અને સમાજનું નામ રોશન કર્યું.

આપણે દનિયામાં ઘણા કિસ્સાઓ જોતા હોયએ છીએ જેમાં દીકરીઓ માતા પિતા અને સમાજનું નામ રોશન કરતી હોય છે.આજે આપણે એવા જ કિસ્સા વિશે વાત કરીશું જેમાં એક ખેડૂત પિતાની ત્રણ દીકરીઓ એકસાથે અધિકારી બની પિતાનું અને સમાજનું નામ રોશન કર્યું.
એવો જ આ કિસ્સો રાજસ્થાનના રાવતસર તહેસીલના ભૈરસરી ગામનો છે.અહીંયા રહેતા ખેડૂત સહદેવ સહારનની દીકરીઓનો છે.આ સહદેવભાઈ ને પાંચ દીકરીઓ હતી, એમાંથી બે મોટી દીકરીઓ ઊંચી પોસ્ટ પર હતી.અને બીજી ત્રણ દીકરીઓ એકસાથે રાજસ્થાન વહીવટી સેવા પાસ કરીને અધિકારી બની.
આ પરીક્ષા નું રીઝલ્ટ ૨૦૧૮ માં જાહેર કરવામાં આવ્યું.અને ત્રણે દીકરીઓના નામ એકસાથે જોવા મળ્યા એટલે આ ત્રણ દીકરીઓ એકસાથે અધિકારી બની ગઈ અને માતા પિતા અને સમાજનું નામ રોશન કર્યું.મહત્વની વાત તો એ છે કે મોટી બે બહેનો તો પહેલેથી જ અધિકારી બની ને સરકારી વિભાગમાં કામ કરતી હતી.
પાંચમા ધોરણ સુધી આ દીકરીઓ સરકારી શાળામાં ભણતી હતી અને છઠ્ઠા ધોરણથી ખાનગી શાળામાં ભણવાનું શરુ કર્યું હતું.ત્રણેય દીકરીઓ એ સાથે મળીને રાજસ્થાન વહીવટી સેવાની પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી હતી.ત્રણેય દીકરીઓને એકબીજાનો સાથ છોડ્યા વગર તનતોડ મહેનત કરવાની શરુ કરી હતી.અને તેમનું સપનું અધિકારી બનવાનું હતું એ થોડા જ સમયમાં પૂરું પણ થઇ ગયું.
આ ત્રણેય બહેનો એ એકસાથે અધિકારીની પદવી લઈને પોતાના પિતાનું નામ રોશન કર્યું અને લોકો એ કહ્યુકે દીકરીઓ ભગવાને આપેલું વરદાન છે. એટલે દીકરીઓને ભણાવોતો તમારું નામ પણ રોશન કરશે અને સમાજનું પણ એટલે દીકરીએ ભગવાનને આપેલું અમૂલ્ય વરદાન છે.