અંધશ્રદ્ધાની શર્મસાર ઘટના- પૂજારીએ ધાર્મિક વિધિના નામે બાળક પર રેડ્યું ઉકળતું દૂધ, વીડિયો જોઈ ઉકળી જશે તમારું લોહી..જુઓ

અંધશ્રદ્ધાની શર્મસાર ઘટના- પૂજારીએ ધાર્મિક વિધિના નામે બાળક પર રેડ્યું ઉકળતું દૂધ, વીડિયો જોઈ ઉકળી જશે તમારું લોહી..જુઓ

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના એક ગામમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં ધાર્મિક વિધિના ભાગરૂપે પૂજારી દ્વારા બાળકને ઉકળતા દૂધથી નવડાવવામાં(baby was bathed with warm milk in Uttar Pradesh) આવી રહ્યું છે. એક અહેવાલો અનુસાર આ વિચિત્ર ઘટના જિલ્લાના શ્રવણપુર ગામમાં બની હતી, જ્યાં પવિત્ર શહેર વારાણસીના પૂજારીએ બાળક સાથે આવું અમાનવીય વર્તન કર્યું હતું.

હેરાન કરતો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. મળેલી માહિતી અનુસાર પૂજારીની ઓળખ વારાણસીના પંડિત અનિલ ભગત તરીકે થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પૂજારી બાળકને ઘૂંટણ પર બેસાડે છે, ઉકળતા દૂધના વાસણમાંથી ફીણ પૂજારી હાથથી કાઢે છે અને તે ગરમ ફીણને બાળકના ચહેરા પર લગાડી દે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પૂજારીના આ વર્તનથી બાળક પીડામાં છે અને તે રડતો પણ જોઈ શકાય છે.

બાળક પીડામાં રડી રહ્યું છે અને પંડિત બીજી તરફ તેની ધાર્મિક વિધિ ચાલુ રાખે છે. આ દરમિયાન હજારો લોકો મૂક પ્રેક્ષક બનેલા પૂજારીને જોઈ રહ્યા છે. આ વિચિત્ર વિધિ બલિયાના શ્રવણપુર ગામમાં કાશીદાસ બાબા પૂજનનો એક ભાગ હતો અને યાદવ સમુદાયમાં સામાન્ય છે.

બાળકો પીડાદાયક અને ક્યારેક જીવલેણ અંધશ્રદ્ધાનો શિકાર બનવું એ તાજેતરના સમયમાં એક સામાન્ય ઘટના બની ગઈ છે. આ માન્યતાઓને કારણે આ વર્ષે ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં 3 મહિનાની બાળકીનું મૃત્યુ થયું હતું. બાળકીની બીમારી સારી કરવા માટે “પરંપરાગત પદ્ધતિઓ” ના ભાગ રૂપે તેણીને એક મહિલા દ્વારા લોખંડના ગરમ સળિયાથી 20 વાર મારવામાં આવી હતી.

આ ભયાનક ઘટના શહડોલ જિલ્લામાં આ પ્રકારની બીજી ઘટના છે, થોડા દિવસો પહેલા એક અઢી મહિનાની બાળકીનું પણ આવી જ પ્રથાને કારણે મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે બીજી પીડિતાને તેની માતા વિશ્વાસ ઉપચારક પાસે લઈ ગઈ હતી. “સાજા” કરવાના બહાને નવજાતને ગરમ લોખંડના સળિયાથી 50 થી વધુ વાર માર માર્યો હતો.

પીડિતાને શાહડોલ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું. પોલીસે તબીબી-કાનૂની હેતુઓ માટે શિશુના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને ભારતીય દંડ સંહિતા (IPC) અને ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટની સંબંધિત કલમો હેઠળ કહેવાતા “હીલર” વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *