ફૂટબોલ રમવા ગયેલા સ્કૂલ ટ્રસ્ટીના એકના એક દીકરાનું દર્દનાક મોત, ધ્રુસકે-ધ્રુસકે રડ્યો પરિવાર

ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ઘણીવાર તો એવી ઘટનાઓ સામે આવે છે, જેમાં કોઈ એક વ્યક્તિની ભૂલના કારણે સમગ્ર પરિવાર સજા ભોગવતો હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના નવસારી (Navsari Accident) ને અડીને આવેલા છાપરા મોગાર રોડ પરથી સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ટ્રકે બાઇકને અડફેટે લેતા એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
ત્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને ઇજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, એક વિદ્યાર્થીનું મોત થયુ છે. મળતી માહિતી અનુસાર તે નવસારીની નામાંકિત સ્કૂલ એ.બી સ્કૂલના ટ્રસ્ટી રાકેશ કાલાવાડિયાનો એકનો એક જ પુત્ર છે, પ્રાપ્ત માહિતી અનુસાર તેનું નામ દર્શ કાલાવાડીયા છે.