આવી વહુ કોઈને ના મળે…સાસુને કુતરાની જેમ બટકા ભર્યા, વાળ ખેંચીને કરી ધોલાઈ

ડીંડોલી વિસ્તારમાં આવેલી શગુન સોસાયટીમાં પારિવારિક ઝઘડાને કારણે વહુ અને સાસુ વચ્ચે તકરાર ચાલી રહી હતી. જોકે લાંબા સમયથી ચાલતી તકરાર બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વહુએ સાસુ સાથે છૂટા હાથની મારામારી (Saas Bahu Fight) કરી હતી. જેનો વિડીયો વાયરલ થતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વહુએ સાસુને માર માર્યો
ડીંડોલી વિસ્તારમાં શગુન સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર પાટીલ સાથે તેમની પત્ની નો ઝગડો ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. પત્ની દ્વારા વારંવાર સંપત્તિની માંગણી સાથે પરિવારના લોકો સાથે ઝઘડો કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. વહુએ સાસુને સંપત્તિના ઝઘડાને લઈને માર મારવાનો ચાલુ કરી દીધો હતો. પરિવારના સભ્યોની સામે જ વહુએ સાસુઓ પર એક બાદ એક તમાચા માર્યા હતા.
સંપત્તિ પોતાના નામે માંગતા ઝઘડો થયો
જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું કે થોડા વર્ષો પહેલા મારી પત્ની દ્વારા મારા ઉપર કેસ કરવામાં આવ્યો હતો અને દહેજ માંગવાનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે અમે લોકોએ સમાધાન કરીને તેને પોતાના ઘરે જતી રહી હતી ત્યાંથી લઈ આવ્યા હતા. ત્યારબાદ તેણે જે મકાનમાં અમે રહીએ છીએ તે તેના નામ ઉપર કરી દેવા માટે દબાણ કર્યું હતું.
જોકે આ પ્રોપર્ટી પણ મારા માતા- પિતાના નામ પર હતી. મારા નામ પર ન હોવા છતાં પણ સમાધાન કર્યું હોવાને લીધે મારી પત્ની અને મારા નામ ઉપર પ્રોપર્ટી કરી લીધી હતી. તેમ છતાં પણ થોડા દિવસોથી અમારા વતનમાં જે પ્રોપર્ટી છે, તે પણ પોતાના નામ પર કરાવી આપવાની સતત માંગ કરતી હતી. જેનો અમે વિરોધ કરતા, તે અમારી સાથે ઝઘડો કરી રહી હતી. આજે તેણે મારી માતાને માર માર્યો હતો. આ બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ દાખલ કરાવી છે.