છોકરા રમાડવા આવતી નોકરાણીએ કરોડપતિ શેઠના ઘરમાં કરી નાખ્યું એવું કામ કે જાણીને શેઠના મોતિયા મરી ગયા, જાણો..!

છોકરા રમાડવા આવતી નોકરાણીએ કરોડપતિ શેઠના ઘરમાં કરી નાખ્યું એવું કામ કે જાણીને શેઠના મોતિયા મરી ગયા, જાણો..!

નોકરી અને ધંધાની જગ્યાએ મોટાભાગના લોકો એકદમ સાચી નિયત અને નીતિથી કામકાજ કરે છે, જે વ્યક્તિ મહેનતની કમાણી થાય છે. તેમને ભગવાન એકના એક દિવસ જરૂર સફળ વ્યક્તિ બનાવતા હોય છે. પરંતુ જે લોકો પોતાના મનમાં ખોટી નિયત રાખીને અન્ય વ્યક્તિઓને નીચા દેખાડવાની કોશિશ કરતા હોય..

અથવા તો અન્ય વ્યક્તિઓના પેટ ઉપર પાટુ મારવાની કોશિશ કરે તેવા લોકો ક્યારેય પણ મહાન બની શકતા નથી. હાલ એક અતિશય ખોટી નિયત ધરાવનારી મહિલાની કાળી કરતુતોનો પરદાફાશ સામે આવી જતાની સાથે જ સૌ કોઈ લોકો આંખો ફાડીને જોતા રહી ગયા હતા, આ ઘટના જયપુરની છે..

અહીં આવેલા સેક્ટર 5 ની અંદર માલવીય નગર વિસ્તારમાં 55 વર્ષના શશીભાઈ ગુપ્તા નામના એક કરોડપતિ સેઠ તેમના પરિવારજનોની સાથે રહે છે, તેઓએ તેમના ઘરની અંદર નોકરાણી તરીકેનું કામકાજ કરાવવા માટે મીનુ દેવી નામની એક મહિલાને કામ ઉપર રાખી હતી. મીનું દેવી રોજબરોજ ઘરકામની સાથે સાથે નાના બાળકોને પણ રમાડવાનું કામકાજ કરતી હતી..

અને તેને 10,000 રૂપિયાનો પગાર પણ નક્કી કરી દેવામાં આવ્યો હતો, જ્યારે આ કરોડપતિ શેઠે મીનુ દેવીને પોતાના ઘરે કામકાજ માટે રાખી ત્યારે તેણે વિનુદેવી પાસે પોતાનું આધાર કાર્ડ માંગ્યું હતું. ત્યારે મીનુંદેવીએ તેનું આધારકાર્ડ અન્ય કોઈ જગ્યાએ આપેલું છે, તેમ કહીને વાતને ટાળી નાખી હતી..

શશીભાઈ ગુપ્તાના પરિવારમાં તેમનો દીકરો તેમના દીકરાની વહુ તેમજ તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે, તેમની પત્ની હંમેશા વ્યવહાર સંભાળવા માટે કોઈને કોઈ કારણસર ઘરની બહાર રહેતી હતી. જ્યારે શશીભાઈ પોતાનો વ્યવસાય ચલાવવામાં વ્યસ્ત રહેતા જ્યારે તેમનો દીકરો પણ વ્યવસાયના કામકાજને લઈને હંમેશા ઘરની બહાર જ રહેતો હતો..

તેમના દીકરાની વહુ પણ એક મલ્ટીનેશનલ કંપનીની અંદર નોકરી કરતી હતી, આવા સમયની અંદર તેમના ઘરે તેમના પૌત્ર એકલા રહેતા અને તેને સાર સંભાળ રાખવાનું કામકાજ ઘરમાં આવતી નોકરાણીઓ કરતી હતી, ઘરનું તમામ કામકાજની સાથે સાથે બાળકોને સાચવવા તેમજ રસોઈ સહીતની ચીજ વસ્તુઓ નોકરાણી સંભાળતી હતી..

પરિવારજનોને એવી તો શી ખબર કે, તેમના ઘરે કામ કરવા માટે આવતી નોકરાણી આ પરિવારને જ લૂંટવાનો ઇરાદો રાખીને ઘરની અંદર પગ પેસારો કરી નાખ્યો છે, એક દિવસ જ્યારે મોકો મળ્યો ત્યારે તેણે આ નાના બાળકોને રમાડતા રમાડતા ઘરની અંદર રહેલા રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના ઘરેણાંને ચોરી કરી નાખ્યા હતા..

અને પોતાના ભાઈને ફોન કરીને બોલાવ્યો અને પાછળના રસ્તેથી તેના ભાઈને આ સોના ચાંદીની ચીજ વસ્તુઓ આપીને ત્યાંથી તેને રવાના કરી દીધો હતો, જ્યારે શશી ગુપ્તાને ખબર પડી કે તેના ઘરે કામકાજ કરવા આવતી નોકરાણી ઘરની અંદર ચોરી કરી રહી છે. ત્યારે શરૂઆતમાં તો તેઓને વિશ્વાસ થયો નહીં..

અને ત્યારબાદ તેઓએ જ્યારે આ નોકરાણીની કડક પૂછપરછ શરૂ કરી હતી ત્યારે તેણે કબૂલી લીધું હતું કે, તેણે મોકો મળતાની સાથે જ ઘરની અંદરથી સોનાની ચેન મંગળસૂત્ર ચાંદીના પાયલ તેમજ બાળકોને દૂધ પીવડાવવાના પાંચ ડબ્બા, 36 હજાર રૂપિયા રોકડા આ સાથે સાથે ઘણા બધા નાના-મોટા સામાનની પણ ચોરી કરી લીધી છે..

અને આ તમામ સામાન પોતાના ભાઈને આપી દીધો છે, તેના ભાઈ આ તમામ સામાન્ય વેચીને રૂપિયા મેળવી લીધા છે. આ ઉપરાંત તે આગળના સમયમાં પણ ખૂબ જ મોટી ચોરી કરવા જઈ રહી હતી. પરંતુ એ પહેલા શશી ગુપ્તાને ખબર પડી જતા જ તેઓએ આ વાતની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં આપી દીધી હતી..

પોલીસે આ નોકરાણી તેમજ તેના ભાઈ બંનેની ધરપકડ કરી છે, અને તેમની તપાસ પણ ચાલી રહી છે. આ ઘટના વિશે જાણકારી સાથે જ કરોડપતિ સેઠના પણ મોતિયા મરી ગયા હતા, હકીકતમાં વ્યવસાયની અંદર લોકો એટલા બધા મજબૂર થઈ જતા હોય છે કે, તેમના બાળકોને પણ સાચવવાના તેમને સમય રહેતો નથી..

હકીકતમાં બે પાંચ પૈસા ઓછા કમાણી કરવા મળશે તો તે ચલાવી લેવામાં આવે પરંતુ જો પોતાના જ બાળકો સુરક્ષિત ન હોય તો તેવી બાબતોને ક્યારેય પણ ચલાવી લેવામાં આવતી નથી, આ ઘટનાએ સૌ કોઈ લોકોને વિચારવા ઉપર મજબૂર કરી દીધા છે..

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *