કોલેજનું છેલ્લું વર્ષ જિંદગીનું બન્યું છેલ્લું વર્ષ… રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત..

ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Rajkot Heart attack)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.
કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે.
મૂળ સુરતનો રહેવાસી
રાજકોટ શહેરની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા મૂળ સુરત જિલ્લાના કલ્પેશ પ્રજાપતિ (ઉંમર વર્ષ 28)ને હાર્ટ એટેક આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું.
વેક્સિનના ત્રણ ડોઝ લીધા હતા
વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં મૂળ સુરત જિલ્લાનો કલ્પેશ આર્કિટેક્ચરના કોર્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. મળેલી માહિતી અનુસાર ગઈકાલે સાંજે કોલેજથી છૂટી રહ્યો હતો અને તે દરમિયાન કલ્પેશને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે કલ્પેશને મૃત જાહેર કર્યો હતો. મળેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, કલ્પેશે વેક્સિનના ત્રણ ડોઝ લીધા હતા.
કોરોના પછી વધ્યા હાર્ટ એટેક
આશ્ચર્યજનક વાત તો એ છે કે, કોરોના પહેલા હાર્ટ એટેકના કારણે આટલા મોત નહોતા થતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ તકલીફ વગર નાના હોય કે મોટા દરેક લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે.