વજનને લઇને પતિએ એવા મેણા ટોણા માર્યા કે, નારાજ થયેલી પત્ની વજન ઘટાડી 17 કિલોની થઇ ગઈ

કેટલાક લોકો પોતાની બોડીને ફીટ રાખવા માટે ડાયટ અને જીમમાં એટલી હદે પ્રયાસો કરતા હોય છે કે, અમુક સમયે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ઘણીવાર પતિ-પત્ની એકબીજાને જાડા હોવાનો ટોણો મારતા હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં પતિના ટોણા સાંભળીને મહિલા કંટાળી ગઈ હતી. સ્લિમ બનવા માટે મહિલાએ પોતાની જાતને એવી હાલતમાં બનાવી દીધી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. મહિલાએ કથિત ડાયટિંગને કારણે 17 કિલોની થઇ ગઈ હતી.
એક અહેવાલ મુજબ આ ઘટના રશિયાના બેલગોરોડમાં બની હતી. મહિલાનું નામ યાના બોવરોવા છે, તેની ઉંચાઈ 5 ફૂટ 2 ઈંચ છે. તેના પતિએ તેને બોડી શેમિંગ દ્વારા તેને ઘણી વખત ટોણા મારયા હતા. યાનાનો પતિ તેને ઘણી વાર કહેતો હતો, “તું ખૂબ જાડી થઈ રહી છે, તારા ગાલ લટકી રહ્યા છે.” યાનને તેના પતિની આ ટોણા બિલકુલ પસંદ ન આવી. તેના પતિની ટોણા સાંભળ્યા પછી, યાના તેના દેખાવ પર શંકા કરવા લાગી હતી.
એક રશિયન ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં યાનાએ કહ્યું કે તેને તેના પતિ દ્વારા આપવામાં આવતા ટોણા પસંદ નથી. પરિણામે તે વિચારવા લાગી કે કેવી રીતે ચહેરા પરની સુંદરતા પાછી લાવવી. તેણે પહેલા જીમને પસંદ કર્યો. યાનાએ જિમિંગ કરીને શરીરની ચરબી ઘટાડવા માટે નિયમિતપણે વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. ઉપરાંત તેણે દિવસેને દિવસે તેના આહારમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું. યાનાએ કહ્યું કે તેણે તેના ફૂડ લિસ્ટમાંથી ઘણી વસ્તુઓ હટાવી દીધી છે. તેના આહારમાં કૂકીઝ, ચા, કેન્ડી, ચીઝનો ટુકડો, અડધો ગ્લાસ સૂપનો સમાવેશ થતો હતો.