ઘોડીએ ચડે તે પહેલા જ અર્થી પર ચડ્યો વરરાજો! સાફો બાંધતો હતો ત્યાં આવ્યું ભગવાનનું તેડું… લગ્નની ખુશીમાં છવાયો માતમ

ઘોડીએ ચડે તે પહેલા જ અર્થી પર ચડ્યો વરરાજો! સાફો બાંધતો હતો ત્યાં આવ્યું ભગવાનનું તેડું… લગ્નની ખુશીમાં છવાયો માતમ

લગ્નમાં ડાન્સ કરતી વખતે, જીમમાં કસરત કરતી વખતે, અને હવે તો જમતા જમતા પણ લોકોને અચાનક હાર્ટ એટેક આવી રહ્યા છે, અને ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે. હવે આવા જ વધુ એક દુઃખદ સમાચાર ઉત્તર પ્રદેશના બહરાઈચ (Bahraich, Uttar Pradesh) થી આવ્યા છે. લગ્નના દિવસે જ વરરાજાનું મોત થતા ચારેબાજુ માતમ છવાઈ ગયો હતો. જાન નીકળવાની તૈયારીમાં હતી, વરરાજો માથે સાફો બાંધી રહ્યો હતો. ત્યાં અચાનક વરરાજાને હાર્ટ એટેક (heart attack) આવ્યો. સંબંધીઓ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. પરંતુ જીવ બચાવી શકાયો નહિ.

અહેવાલ મુજબ આ ઘટના બહરાઈચના અટવા ગામની છે. રામલાલના પુત્ર રાજકમલના લગ્નની જાન 29 મે, સોમવારે બહરાઇચના ક્યોલી પૂર્વા વિસ્તારમાં જવાની હતી. ઘરે લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. જાન નીકળવાની થોડી જ મિનિટો પહેલાં રાજકમલને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન સેહરાને બાંધતી વખતે રાજકમલની તબિયત લથડી અને તે નીચે પડી ગયો હતો.

પરિવારના સભ્યો તેને તાત્કાલિક નજીકની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ રાજકમલને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે રાજકમલનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. આ ઘટના બાદ લગ્ન ઘરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આટલું જ નહિ પરિવારમાં અંધાધૂંધી ફાટી નીકળી હતી.

ભત્રીજીના લગ્નમાં ડાન્સ કરતી વખતે કાકાનું મોત
આ જ મહિનામાં છત્તીસગઢના બાલોદથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક વ્યક્તિનું તેની ભત્રીજીના લગ્નમાં ડાન્સ કરતી વખતે મોત થયું હતું. બાદમાં ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

મૃતકનું નામ દિલીપ હતું. તે દલ્લી રાજહરા ખાણોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો. અહેવાલ મુજબ, દિલીપ તેની ભત્રીજીના લગ્નમાં રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢ ગયો હતો. લગ્નના દિવસે તે તેની ભત્રીજી, તેના પતિ અને અન્ય વ્યક્તિ સાથે ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ કરતી વખતે દિલીપ થોડીવાર સ્ટેજ પર બેસી ગયો. અને બેસી જતાં ત્યાં જ ઢળી પડ્યો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *