સાવ એટલે સાવ નાની એવી વાતમાં સસરાએ પોતાની પુત્રવધુ નો જીવ લઈ લીધો, પછી સસરાએ કંઈક એવું કર્યું કે… આખી ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો…

સાવ એટલે સાવ નાની એવી વાતમાં સસરાએ પોતાની પુત્રવધુ નો જીવ લઈ લીધો, પછી સસરાએ કંઈક એવું કર્યું કે… આખી ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો…

જૂનાગઢમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહે છે. જૂનાગઢ(Junagadh)ના ભેસાણ તાલુકાના ચણાકા ગામે(Chanaka village) સસરાએ પોતાની પુત્રવધુનો જીવ લઈ લીધો છે. પુત્રવધુના જીવ લેવા પાછળનું કારણ જાણીને તમે પણ હચમચી જશો. મળતી માહિતી અનુસાર ઘરમાં સસરાએ પોતાની પુત્રવધુના માથાના ભાગ ઉપર બોથડ પદાર્થ વડે પ્રહાર કરીને તેનું ગળું દબાવી(Sasara Killed Vahu) દીધું હતું.

ત્યારબાદ પુત્રવધુ એ સુસાઇડ કર્યું છે તેવું બતાવવા સસરાએ પુત્રવધુના મૃતદેહને રૂમમાં પંખા ઉપર લટકાવી દીધું હતું. પરંતુ આ ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભાઈને શંકા જતી હતી. એટલા માટે તેને બહેનના મૃતદેહને પોસ્ટમોટમ માટે જામનગર મોકલ્યું હતું. ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને ખુલાસો થયો હતો. હાલમાં તો પોલીસે મૃત્યુ પામેલી મહિલાના સસરા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતવાર વાત કરીએ તો જૂનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે રહેતા રસીલાબેન નામની મહિલાનો દીકરો સુરત ખાતે રહે છે. દીકરાએ પોતાના મામાને ફોન કરીને કહ્યું હતું કે, તેના મમ્મીનો ફોન બંધ આવે છે ને રૂમનો દરવાજો પણ ખોલતા નથી. જેના કારણે રસીલાબેનના ભાઈ રમેશભાઈ તાત્કાલિક ચણાકા ગામ પહોંચ્યા હતા. ત્યારે રૂમનો દરવાજો બંધ હતો અને રમેશભાઈ રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં.

ત્યારબાદ આ ઘટનાની જાણ ભેસાણ પોલીસને કરવામાં આવી હતી. પછી ભેસાણ પોલીસે રૂમનો દરવાજો તોડ્યો હતો. ત્યારે અંદરથી રસીલાબેનનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનામાં ચુંદડીનો અડધો ટુકડો રસીલાબેનના ગળામાં અને અડધો ટુકડો પંખા સાથે બાંધેલો હતો અને પંખો પણ નીચે પડેલો હતો. આ બનાવને લઈને રસીલાબેનના ભાઈ રમેશભાઈને શંકા જતી હતી. જેથી તેમને રસીલા બહેનના મૃતદેહને પોસ્ટમોટમ માટે જામનગર મોકલી આપ્યું હતું. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે રસીલાબેન નું મોત માથાના ભાગે ઇજા અને ગળુ દબાવાના કારણે થયું છે.

જાણવા મળી રહ્યું છે કે રસીલાબેનના પતિનું મોત પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં થયું હતું. ત્યારબાદ તેઓ તેના સસરા થી અલગ રહેતા હતા. રસીલાબેન ગામમાં ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રસીલાબેન ખેત મજૂરી જતા તે તેના સસરા શંભુભાઈને પસંદ ન હતું. ઉપરાંત શંભુભાઈ પોતાની પુત્રવધુના ચારિત્ર પર પણ શંકા કરતા હતા. આ કારણોસર સસરા શંભુભાઈ પોતાની પુત્રવધુ રસીલાબેનનો જીવ લઈ લીધો હતો તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે.

રસીલાબેન ના મોતના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રસીલાબેન નો એક દીકરો સુરત રહે છે. જ્યારે બીજો દીકરો સાસુ સસરા સાથે રહે છે. રસીલાબેન ગામમાં ખેત મજૂરી કરવા જતા હતા તે તેના સસરાને પસંદ હતું અને આ વાતને લઈને તેમની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *