વાહ ભાઈ વાહ..! સસરાએ પોતાની કિડની દાન કરી પુત્રવધુને નવજીવન આપ્યું… સસરાએ કહ્યું કે એ પણ મારી દીકરી….

વાહ ભાઈ વાહ..! સસરાએ પોતાની કિડની દાન કરી પુત્રવધુને નવજીવન આપ્યું… સસરાએ કહ્યું કે એ પણ મારી દીકરી….

કહેવાય છે ને કે ‘દીકરી વહાલનો દરિયો’ આ કહેવત પિતા અને પુત્રીના સંબંધો વર્ણવે છે. પુત્રવધુ માટે પણ દીકરી સમાન વહાલ રાખતા દાહોદના એક સામાન્ય પરિવારના સસરાનો પ્રેમ જોઈ તબીબો પણ અચંબિત થયા હતા. 30 વર્ષીય પુત્રવધુની બંને કિડની ફેલ થતા સસરાએ પોતાની કિડની આપીને તેને નવજીવન આપ્યું હતું.

આ ઘટના દાહોદના ભંભોરી ગામે રહેતા 30 વર્ષીએ સોનલબેન આડીને બે સંતાનો છે. 2021 માં તેમની કિડની ની બીમારીની સારવાર શરૂ થઈ હતી, આઠ મહિના પહેલા કિડની બદલવી પડશે તેમ તબીબોએ નિદાન કર્યું હતું. પુત્રવધુ ની બંને કિડની ફેલ થતાં સાસરી અને પિયર પક્ષમાંથી કોણ કિડની આપશે તે અંગેની ચર્ચા થઈ રહી હતી.

યુવાન સાળાની કિડની લેવાનું પરિવારજનોએ મુતલવી રાખ્યું, જીવનમાં ક્યારેય કોઈ બીમારી જોઈ નહોતી તેમ જ ક્યારેય કોઈ ટેસ્ટ ન કરાવ્યો હોવા છતાં વહાલના દરિયાનું મોજુ ઉછળ્યું હોય તેમ સસરા પ્રવીણભાઈએ જાહેરાત કરી કે મારી કિડની પુત્ર વધુને સેટ થશે.

હું જ મારી પુત્રવધુ ને કિડની આપીશ, ભગવાનની પણ એ જ ઈચ્છા હોય તેમ પુત્રવધુ ના પિતા અને સસરા બંનેના ટેસ્ટ કરાવતા પિતાનું ‘એ’ પોઝિટિવ અને સસરા નું ‘ઓ’ પોઝિટિવ ગ્રુપ નીકળ્યું હતું. સસરા ની કિડની રિપોર્ટના અંતે 15 એપ્રિલ વડોદરા ની ઝાયડસ હોસ્પિટલ ખાતે કિડનીનું પ્રત્યારોપણ કરાયું હતું. સોનલબેન ના પતિ અલ્કેશે કહ્યું કે, મારા પિતા જીવનમાં ક્યારેય બીમાર નથી પડ્યા છતાં તેમનો નિશ્ચય હતો અને તેમણે મારા પત્નીને નવજીવન આપ્યું.

સસરા દ્વારા કિડની મળી હોય તેવી પુત્ર વધુ ના કિસ્સા જવલ્લે બને છે. મારી ટીમ ના ડોક્ટર મનીષ ડાભી અને ડોક્ટર અમિત ચઢાએ વધુ સારવાર અને કેટલાક ટેસ્ટ કરી પ્રત્યારોપણ કર્યું હતું. અમે આર્થિક સહયોગ કર્યો હતો, ડોક્ટર હિતેશ ઠુમર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર છે.

જ્વેલર્સને ત્યાં સામાન્ય નોકરી કરનાર અલ્કેશભાઇના પરિવાર પર આવેલી મોંઘી દાટ સારવારના ખર્ચને પહોંચી વળવા સમાજના લોકોએ પણ સહયોગ આપ્યો હતો. આર્થિક મદદ સાથે હિંમત પુરી પાડી હતી, વડોદરામાં તેઓ સારવાર દરમિયાન મકાન ભાડે રાખીને રહ્યા છે. આમ એક સસરા એ પોતાની પુત્ર વધુને કિડની દાન કરીને એક મોટો દાખલો બેસાડ્યો છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *