દીકરી ભાગી જતા પિતાએ સુસાઈડ કરી લીધું, પિતાના મોતના સમાચાર મળતા જ દીકરીએ પ્રેમી સાથે મળીને કંઈક એવું કર્યું કે… હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક દીકરી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. દીકરી ભાગી જાય પછી પિતાએ તળાવમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. પિતાના સુસાઇડના સમાચાર દીકરીને મળતા જ દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને કંઈક એવું પગલું ભર્યું કે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
જાણવા મળી રહ્યું છે કે પિતાના મૃત્યુના સમાચાર મળતા જ દીકરીએ પોતાના પ્રેમી સાથે ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કરી લીધું હતું. આ ચોકાવનારી ઘટના રાજસ્થાનના બુંદી જિલ્લામાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, અજય સિંહ નામના વ્યક્તિની 20 વર્ષની દીકરી યોગીતા સોમવારના રોજ સવારે પોતાના પ્રેમી નવલ કિશોર સાથે ભાગી ગઈ હતી.
દીકરી ગુમ થઈ જતા જ પિતા અજીતસિંહ ખૂબ જ તણાવમાં આવી ગયા હતા. સોમવારના રોજ જ્યારે અજય સિંહ દુકાનેથી ઘરે આવ્યા ત્યારે તેઓ પરિવારના સભ્યો સાથે જમ્યા હતા ત્યારબાદ પરિવારના બધા સભ્યો સુઈ ગયા હતા. ત્યારબાદ અજય સિંહએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
મંગળવારના રોજ સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે તેમને અજય સિંહના મૃતદેહને લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યાર પછી તો પ્રેમી સાથે ભાગી ગયેલી દીકરી યોગીતા ને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા. પિતાના મોતના સમાચાર મળતા જ દીકરી ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. જેથી દીકરીએ મંગળવારના રોજ રાત્રે લગભગ 10:00 વાગ્યાની આસપાસ પોતાના પ્રેમી સાથે ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કરી લીધું હતું.
આ ઘટનામાં દીકરી યોગીતા અને તેના પ્રેમીનું પણ મોત થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળી આબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.