દીકરીને એક સાથે 50 છીંક-ઉઘરસ આવી અને આંખોના ડોળા ઉપર ચડી જતા પરિવાર દવાખાને દોડતો થયો, સીટી સ્કેન કરતા જ ફેફડામાં દેખાઈ એવી વસ્તુ કે જોઈને બધાના હોશ ઉડી ગયા..!

દીકરીને એક સાથે 50 છીંક-ઉઘરસ આવી અને આંખોના ડોળા ઉપર ચડી જતા પરિવાર દવાખાને દોડતો થયો, સીટી સ્કેન કરતા જ ફેફડામાં દેખાઈ એવી વસ્તુ કે જોઈને બધાના હોશ ઉડી ગયા..!

નાના બાળકોનું રમત-રમતમાં અમુક વખત એવું કરી નાખે છે કે, જેને કારણે તેના માતા-પિતાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે દોડતું થવું પડતું હોય છે. પાછળના સમયમાં ઘણા બધા બનાવો આપણી નજર સામે આવી ચૂક્યા છે કે, જેમાં રમત રમતી વખતે થયેલી નાની અમથી જો પણ કોઈ બાળકનો જીવ લઈને બેઠી હોય..

અત્યારે હરિયાણાના રોહતક પાસેથી વધુ એક હોશ ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં 13 વર્ષની એક દીકરીનો જીવ ચોંટી ગયો હતો. બપોરના સમયે આ દીકરીને અચાનક જ ધીમે-ધીમે છીંક અને ઉધરસ આવવા લાગી હતી. ઉપરા-છપરી લગભગ 50 જેટલી છીંકો અને ઉધરસ આવી જતા તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા અને વિચારવા લાગ્યા કે..

આ દીકરીને ક્યારેય પણ એક સાથે આટલી બધી છીંક-ઉધરસ આવતી નથી, તો અત્યારે શા માટે તેને એક સાથે આટલી બધી છીંકો અને ઉધરસ આવવા લાગી છે. તેણે તેમની દીકરીને પૂછવાની કોશિશ કરી ત્યારે તેને જણાવ્યું કે, તેને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે. અને શરીરમાંથી પરસેવો પણ નીકળવા લાગ્યો હતો..

પરિવારજનો એ વિચાર્યું કે, તેની તબિયત બગડી ગઈ હશે. એટલા માટે તેઓએ તાવની દવા આપીને આ દીકરીને સુવા માટે જણાવ્યું હતું. પરંતુ આ ઘરેલુ નુસખાથી કોઈ ફરક પડ્યો નહીં અને તેની તબિયત એટલી બધી બગડી ગઈ કે, તેનું ઓક્સિજન લેવલ પણ નીચે આવવા લાગ્યું હતું. તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી..

જ્યાં તપાસ કરનાર ડોક્ટરે તેને સીટી સ્કેન કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે સીટી સ્કેન રિપોર્ટ આવી ત્યારે ખબર પડી કે માત્ર 13 વર્ષની દીકરીના ફેફડાની નીચેના ભાગે એક પીન સલવાઈ ગઈ છે. આ પીન ફેફડામાં નીચેના ભાગે પહોંચી ગઈ છે. એટલા માટે આ દીકરી અને ઉધરસ આવવા લાગી છે..

આ પીન શ્વાસનળીને મારફતે શરીરની અંદર પ્રવેશ કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ડોક્ટરએ તરત જ આ દીકરીના પરિવારજનોને કહ્યું કે તેના ફેફડાની અંદરથી ઓપરેશન કરીને આપીને બહાર કાઢવામાં નહીં આવે તો દીકરીનો જીવ પણ જતું રહે તેવી શક્યતાઓ રહેલી છે. પરિવારજનોની મંજૂરી લઈને તાત્કાલિક ધોરણે ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું..

અંદાજે ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું અને દીકરીના ફેફડાની અંદરથી આ પીનને બહાર કાઢવામાં આવી હતી. આ પીન આગળના ભાગેથી લોખંડની અણીદાર પીન હતી. જ્યારે પાછળના ભાગે પ્લાસ્ટિકનું બુચ ચડાવેલું હતું. આ પીનને જોયા બાદ સૌ કોઈ લોકોના ડોળા ફાટેલા રહી ગયા હતા..

અને વિચારવા મજબુર બન્યા કે, આખરે આ પીન કેવી રીતે અંદર ચાલી ગઈ હશે, કારણ કે એટલી બધી અણીદાર ચીજ વસ્તુઓ શરીરની અંદર પ્રવેશ કરે તો કોઈને કોઈ પણ તેમજ અનુભવ જરૂર થતો હોય છે. શું આ દીકરીને એક પણ વાર એવો અહેસાસ નહીં થયો હોય કે તેની શરીરની અંદર આ ધારદાર પીન પ્રવેશ કરી રહી છે…

હાલ દીકરીની સારવાર ચાલી રહી છે. ત્રણ કલાકના ઓપરેશન દરમિયાન ડોક્ટરે દીકરીના જીવને જોખમમાં મૂકીને અંતે આ દીકરીનો જીવ બચાવી લીધો છે. ડોક્ટરના સાહસ અને અઘરા કામને લઈ પરિવારજનો એ ડોક્ટરના પગ પકડી લીધા હતા. કારણ કે જો અત્યારની આ ડિજિટલ અને આધુનિક કાર્યપધ્ધતિ ન હોત તો કદાચ આજે દીકરીનો જીવ ચાલ્યો ગયો હોત..

પરંતુ ડોક્ટરની મહામ મહેનતને કારણે આજે આ દીકરીનો જીવ બચી ગયો છે. ડગલેને પગલે આજ કાલના બાળકોનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે. થોડા દિવસ પહેલા પણ માત્ર પાંચ વર્ષના એક બાળકની કંઈ આ પ્રકારની જ હાલત જોવા મળી હતી અને તે બે રૂપિયાનો સિક્કો ગળી જતા તેની શ્વાસનળી રૂંધાવવા લાગી હતી..

ધીમે ધીમે તેનો શ્વાસ ઓછો થઈ ગયો, પરંતુ સમયસર દવાખાને પહોંચી જતા તેની સારવાર કરવામાં આવી હતી અને સિક્કાને બહાર કાઢી લેતા અને તે બાળકનો પણ જીવ બચી ગયો હતો. હાલ આવી ઘટનાઓ ખુબ જ વધારે માત્રામાં સામે આવવા લાગી છે જે દરેક વાલીઓ માટે ખુબ જ ચોંકાવનારી બાબત છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *