વડોદરા પાસે ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા પરિવારના જોવાનજોધ દીકરાનું મોત… જાણો યુવક સાથે કંપનીમાં એવું તો શું બન્યું હશે..?

વડોદરામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. વડોદરા નજીક નંદેસર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક યુવાનનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર યુવાનને ઇલેક્ટ્રીક પેનલ વાગી હતી, આ કારણોસર તેનું મોત થઈ ગયું છે. ત્યારબાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.
દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યોએ વળતરની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ કંપનીએ પરિવારજનોને વળતર આપવાની બાહેધરી આપી હતી. પછી પરિવારના સભ્યોએ મૃતદેહ સ્વીકાર્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ સંજય ડાભી હતું. સંજય ડાભી ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો. દરરોજની જેમ ગઈકાલે સંજય નોકરી ઉપર આવ્યો હતો. આ દરમિયાન તે પોતાનું કામ કરી રહ્યું હતું. કામ કરતી વખતે સંજયને ઇલેક્ટ્રીક પેનલ વાગી હતી, આ કારણસર તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા સંજય ને તાત્કાલિક સારવાર માટે વડોદરાના છાણી ખાતે શ્રીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે સંજયને મૃત જાહેર કર્યું હોત. સંજયના મોત ના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યોએ પોતાના દીકરાનું મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવાનના પિતાએ જણાવ્યું કે, મારો દીકરો સંજય છેલ્લા દોઢ મહિનાથી કંપનીમાં નોકરી પર જતો હતો.
ત્યારે મારા દીકરાને કંપનીમાં કામ કરતી વખતે ઇલેક્ટ્રીક પેનલ વાગી હતી અને તેનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ અમે વળતરની માંગણી કરી હતી અને દીકરાના મૃતદેહને કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ કંપનીએ વળતર આપવાની વાત કરી હતી અને પછી અમે અમારા દીકરાનું મૃતદેહ સ્વીકાર્યું છે.