સુરત ના વ્યાપારી ને “ચા” 11 લાખ મા પડી ???? રત્નકલાકારે 8 કારીગરો ને કેફી ના ચા પીવડાવી….જાણો પુરી ઘટના

સુરત શહેર (surat city) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જે દરેક વેપારીઓ મિત્રો માટે ચેતવણી સમાન છે. આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. વાત જાણે એમ છે કે, સુરત ના વ્યાપારી ને “ચા” 11 લાખ મા પડી! આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો કતારગામ વિસ્તારમાં નંદુદોશીની વાડીમાં ધર્મ ડાયમંડમાં આ ઘટના બની છે.
રાત્રે કામ કરતી વખતે રત્નકલાકારએ(ratna kalakalar)નાઈટ શિફ્ટમાં કામ કરતા અન્ય 8 કારીગરને ચા માં કેફી પદાર્થ પીવડાવી બેભાન કરીને 11.47 લાખની કિંમતના 255 કેરેટના 2700 નંગ હીરા ચોરી લીધા.આ કારણે સુરત પોલીસે યોગ્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે.આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, મૂળ ભાવનગરના (bhavnagar) મેહુલ નાગજીભાઈ વાણિયા પરિવાર સાથે કતારગામમાં રહે છે.જે ધર્મ ડાયમંડ નામથી હીરાનું કારખાનું ચલાવીને પરિવારનું ગુજરાન કરે છે.
છેલ્લા 7 વર્ષથી રફ હીરા લાવીને તેના પર પ્રોસસ કરીને હીરા તૈયાર કરવાનું કામકાજ કરતા હતા ને તેમની ઓફિસમાં રાતપાળી અને દિવસ પાળી મળીને કુલ 30 માણસો કામ કરે છે. તા.10 જૂન 2023ના રોજ મેહુલભાઈ તેમના ઘરે હતા ત્યારે તેમની ઓફિસમાં કામ કરતા કલ્પેશભાઈ ઓફિસ કોઈ ખોલતું ન હતું. આખરે સીસીટીવી તપાસ કરતા તેમની (office )ઓફિસમાં નાઈટ શિફ્ટમાં કામ કરતો કારીગર નરેશભાઈ મોહનભાઈ માળી વહેલી સવારે સવા ચાર વાગ્યાના સુમારે નાઈટ શિફ્ટમાં કામ કરતા 8 માણસોને પોતાના હાથેથી કેફી ચા બનાવીને પીવડાવી હતી.
જેને ચા પીવાની ના પાડી તેને માતા-પિતા તથા માતાજીના સોંગદ ખવડાવીને બધા કારીગરોને ચા પીવડાવીને બેભાન કરી દીધા હતા.. તમામ લોકો બેભાન થયા પછી નરેશ માળીએ ઓફિસમાં અલગ-અલગ હીરાને કાપવાના ચાર મશીન પર પડેલા ફોરપી, સરીન, સોઈંગ હીરાનો (diamond) પ્રોસેસ માલ કેરેટ આશરે 250થી 255 સુધીના હીરાના નંગ આશરે 2700 જેની કિંમત 11.47 લાખ રૂપિયાની હતી તે લઈને રફૂચક્કર થઈ ગયો. નરેશ માળી આ કારખાનામાં છેલ્લા 6 મહિનાથી કારીગર તરીકે કામ કરતો હતો જે મૂળ બનાસકાંઠાનો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.