પિતાની છત્રછાયા ગુમાવનાર સુરતની દીકરીએ ધોરણ 12માં મેળવ્યું સૌથી ઊંચું પરિણામ, 96.86% લાવી પિતાને આપી દિવ્ય શ્રદ્ધાંજલિ

પિતાની છત્રછાયા ગુમાવનાર સુરતની દીકરીએ ધોરણ 12માં મેળવ્યું સૌથી ઊંચું પરિણામ, 96.86% લાવી પિતાને આપી દિવ્ય શ્રદ્ધાંજલિ

આજે ગુજરાત (Gujarat) બોર્ડના સામાન્ય પ્રવાહનું (GSEB 12th Result) આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી છે. આજે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ આવતા વિદ્યાર્થીઓ પણ આનંદમાં જોવા મળ્યા હતા. જયારે ગુજરાત રાજ્યના સુરત (Surat) શહેરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીએ સૌથી ઊંચું પરિણામ મેળવ્યું છે.

સુરતની નીતીશા 96.86% સાથે શહેરમાં ટોપર કર્યું છે. નીતીશાએ બે વર્ષ અગાઉ જ પોતાના પિતાને ગુમાવ્યા હતા. ત્યાર બાદ હિંમત હાર્યા વગર તેણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી હતી. નીતીશા શાળા તરફથી મળતા સહકારથી અને પોતાના પરિશ્રમથી સૌથી વધુ ગુણ મેળવવામાં સફળતા મેળવી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ (Class 12 Commerce Result Exam)ની પરીક્ષાનું આજે પરિણામ (GSEB 12th commerce result) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આવ્યું છે, ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું પરિણામ નોંધાઈ છે. ગયા વર્ષે 86.91 % રિઝલ્ટ (GSEB 12th Result Declared) હતું. માર્ચ મહિનામાં આયોજિત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 3 લાખ 49 હજાર 792 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે.

SMSથી પણ વિધાર્થીઓ જાણી શકશે પરિણામ:
જો વાત કરવામાં આવે તો આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ HSCરોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામ મેળવી શકશે.

વોટ્સએપ નંબરથી પણ વિધાર્થીઓ જાણી શકશે પરિણામ:
મહત્વનું છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. વિધાર્થીઓ 6357300971 વોટ્સએપ નંબર પરથી પરિણામ મેળવી શકશે. મહત્વનું છે કે, આ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ સતાવાર વેબસાઈટ www.gseb.org પર સવારે 8:00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્રક અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *