સુરતમાં બહેનના ઘરે વેકેશન કરવા ગયેલા ભાઈનું રિબાઈ રિબાઈને મોત… અચાનક જ ભાઈ સાથે કંઈક એવી ઘટના બની કે… પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

સુરતમાં બહેનના ઘરે વેકેશન કરવા ગયેલા ભાઈનું રિબાઈ રિબાઈને મોત… અચાનક જ ભાઈ સાથે કંઈક એવી ઘટના બની કે… પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

સુરત માં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં ધોરણ 10 ની પરીક્ષામાં પાસ થયા બાદ પોતાની બહેન પાસે આવેલા ભાઈનું દર્દનાક મોત થયું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ વિજય હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના પાર્લે પોઇન્ટવિસ્તારમાં આવેલા બંગલામાં સચિન નામનો વ્યક્તિ કામ કરે છે અને અહીં જ પત્ની સાથે રહે છે.

ચાર દિવસ પહેલા સચિન નો સાળો વિજય ધોરણ 10 ની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા બાદ તેના ઘરે રોકાવા માટે આવ્યો હતો. ત્રણ દિવસ સુધી વિજય મોલ સહિતની જગ્યાઓ પર પોતાની બહેન અને બનેવી સાથે ફર્યો હતો. ઘટનાને લઈને મૃત્યુ પામેલા વિજયના બનેવી સચિને જણાવ્યું કે, બંગલામાં દર રવિવારે પાર્કિંગની પાણીથી સાફ-સફાઈ કરવામાં આવે છે.

તેથી ગત રોજ અમે પાણીથી પાર્કિંગની સફાઈ કરી રહ્યા હતા. આ સાથે જ બંગલામાં નીચેની તરફ બધી જગ્યાએ પાણી હતું. આ દરમિયાન વિજયને પાણીની મોટર બંધ કરવા માટે કહ્યું હતું. જ્યારે વિજય પાણીની મોટર બંધ કરવા ગયો ત્યારે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. વિજયને કરંટ લાગ્યો છે આ વાતની જાણ થતા જ અમે ત્યાં દોડી આવ્યા હતા.

ત્યાં સુધીમાં તો વિજયનું શરીર કડક થઈ ગયું હતું અમે પછી તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. વિજયના શરીરને અમે સ્પર્શ કર્યો ત્યારે અમને પણ કરંટ લાગ્યો હતો, ત્યાર પછી અમે સૌ પ્રથમ મોટર બંધ કરી હતી. પછી વિજયને ઓક્સિજન આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે વિજયના શરીરે હલનચલન ન કરી એટલે અમે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.

અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિજયની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ કરનાર સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી હતી. વેકેશન કરવા બહેનના ઘરે આવેલા વિજયનું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *