શાળાએ થી ઘરે આવીને ધોરણ 9 ની વિદ્યાર્થીની પંખે લટકી ગઈ, લાડકી દીકરીને લટકતી જોઇને પરિવાર બેભાન થઇ ગયો…!

શાળાએ થી ઘરે આવીને ધોરણ 9 ની વિદ્યાર્થીની પંખે લટકી ગઈ, લાડકી દીકરીને લટકતી જોઇને પરિવાર બેભાન થઇ ગયો…!

વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરામાં રહેતી ધો-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થિનીએ કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે પાણીગેટ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાણીગેટ પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી છે.

ગોમતીપુરામાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવની વિગત એવી છે કે, ઝલક આશિષભાઇ પાંડે(ઉં.14) વડોદરા શહેરની શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. આજે બપોરે 1 વાગે સ્કૂલેથી આવ્યા બાદ કોઇક કારણસર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બપોરે ઘરે આવેલા પરિવારને દીકરી ઝલકને ફાંસો ખાધેલી હાલતમાં જોતા સ્તબ્ધ થઇ ગયા હતા.

અને આક્રંદ કર્યું હતું. પરિવારનો રડવાનો અવાજ સાંભળી પડોશીઓ તેમજ વિસ્તારના લોકો દોડી ગયા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસને કરવામાં આવતા કાફલો સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી બાજુ પોલીસે ઝલક પાંડેએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે.

તે અંગેની માહિતી મેળવવા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પરિવારના નિવેદનો અને પોલીસની ઝીણવટભરી તપાસ બાદ ઝલકના આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવશે. પાણીગેટ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝલકના પિતા વાઘોડિયાની જાણીતી કેબલ કંપનીમાં નોકરી કરે છે.દીકરી ઝલકે આપઘાત કરી લેતા પિતાના હૈયાફાટ રૂદને વિસ્તારમાં સન્નાટો પાથરી દીધો હતો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *