આવું તો એક માં જ કરી શકે છે…. બાળકો માટે વિદેશની નોકરી છોડી દીધી આજે રસ્તા પર ફુડ સ્ટોલ કરી આખો પરિવાર ચલાવી રહી છે.

કાકુલી વિશ્વાસ દિલ્હીના પંચશીલ પાર્ક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસેના તે એક નાના ફૂડ સ્ટોલ પર વહેલી સવારથી મોડી સાંજ સુધી મહેનત કરે છે. તેમને આ બિઝનેસ બે વર્ષ પહેલા જ શરૂ કર્યો હતો. આ શરૂ કરવા પાછળ તેમનો એક જ ઉદ્દેશ્ય છે કે એક દિવસ તેમના ત્રણ બાળકો શિક્ષિત થઈને આત્મનિર્ભર બને.
કાકુલીના જીવનની પરીક્ષા લગ્ન પછી જ શરૂ થઈ હતી. તે સમયે તેમના પતિ પાસે કોઈ કાયમી નોકરી ન હતી અને પાછળથી એક વિકલાંગ પુત્ર અને બે પુત્રીઓની સંભાળ રાખવાની જવાબદારી પણ તેમના પર આવી.
કાકુલીની સામે બાળકોની સંભાળ રાખીને બહાર જવું અને કામ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. પરંતુ તેની પાસે કામ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.કાકુલી જણાવે છે કે તે સમયે તેણીએ પોતાની કુકિંગ સ્કીલનો ઉપયોગ કરીને લોકોના ઘરોમાં રસોઈ બનાવવાનું શરૂ કર્યું અને આ જ આવડતથી તેને જાપાનમાં નોકરી મળી.
આ પછી કાકુલી તેના બાળકોને તેના પતિ સાથે છોડીને એક વર્ષ માટે જાપાન ગઈ હતી. પરંતુ બાળકોને છોડીને, તે લાંબા સમય સુધી વિદેશમાં કામ કરી શકી નહીં.જ્યારે કાકુલી ભારત પરત આવી ત્યારે તેના પતિએ કોરોનાને કારણે નોકરી ગુમાવી દીધી હતી.
આવી સ્થિતિમાં, તેણે ફૂડ સંબંધિત કોઈ વ્યવસાય કરવાનું મન બનાવ્યું અને તેની બહેન અને ભાભી સાથે મળીને એક નાનો ફૂડ સ્ટોલ શરૂ કર્યો.તેઓએ સાથે મળીને ધંધો શરૂ કર્યો, પરંતુ ધીમે ધીમે તેઓ અલગ થઈ ગયા અને કાકુલી ફરી એકલી પડી ગઈ.
તેણે કામ બંધ કરવાનું પણ વિચાર્યું. પરંતુ બાળકોની જવાબદારી અને ગ્રાહકોના પ્રેમને કારણે તેણે કામ અટકાવવાને બદલે એકલા હાથે ચાલુ રાખ્યું.આજે તે આ વ્યવસાયથી તેના ત્રણ બાળકોનું ધ્યાન રાખી રહી છે.
કાકુલીએ જણાવ્યું કે તેના પતિએ પણ તેને આ બિઝનેસમાં મદદ કરવાનું શરૂ કરી દીધું છે. કાકુલીએ ભલે મજબૂરીમાં ધંધો શરૂ કર્યો હોય, પરંતુ હવે તે તેની ઓળખ બની ગઈ છે અને તેના દ્વારા જ તેનો ઘરનો ખર્ચ સરળતાથી ચાલી રહ્યો છે.
અમે આશા રાખીએ છીએ કે એક દિવસ તે ચોક્કસપણે તેના બાળકોને આત્મનિર્ભર બનાવશે. કાકુલી એ એક ઉદાહરણ છે કે હિંમત અને જુસ્સાથી આપણે આપણું ભવિષ્ય ઘડી શકીએ છીએ.