IIFA એવોર્ડમાં રાખી સાવંત સાથે ઝઘડી પડી સારા અલી ખાન, સાવ નજીવી વાતમાં થઇ ગઈ મોટી બબાલ

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan)અને ઈન્ડસ્ટ્રીની ડ્રામા ક્વીન રાખી સાવંત (Rakhi Sawant) બંને બોલવાની બાબતમાં નંબર 1 છે. બંને ખૂબ જ વાતુડી છે, બંને સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે અને બંનેની એક્ટિંગ કાબિલે તારીફ છે. પરંતુ તાજેતરમાં એવું બન્યું કે આ બંને અભિનેત્રીઓ એકબીજા સાથે ટકરાઈ હતી. જેનું કારણ હતું કે બંને એક એવોર્ડ ફંક્શનમાં સરખા ડ્રેસ પહેરીને પહોંચ્યા હતા. જ્યારે બંને એકબીજા સાથે ટકરાયા ત્યારે કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.
રાખીને જોઈને સારાએ પાડી ચીસ
આ વિડિયો સારા અલી ખાને સોમવારે બપોરે પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી શેર કર્યો છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને એક વોશરૂમ વિસ્તારમાં અથડાય છે અને એકબીજાને જોઈને ચોંકી જાય છે. બંને બ્રાઈટ રેડ ડ્રેસ પહેરેલા જોવા મળે છે. રાખીને જોતા જ સારાની ચીસો નીકળી જાય છે. પરંતુ આ પછી જે થયું તે જોઈને તમે પણ તમારું હાસ્ય નઈ રોકી શકો.
સારા રાખીના આત્મવિશ્વાસથી ડરી ગઈ
આ સ્થિતિમાં, જ્યારે સારા ખૂબ જ ઉદાસ થઈ જાય છે, ત્યારે તે રાખીના આત્મવિશ્વાસને જોઈને થોડી ડરી જાય છે. કારણ કે રાખી કહે છે કે તેનો ડ્રેસ વધુ સારો છે, તે લાલ મરચા જેવી દેખાઈ રહી છે. સારા કહે છે કે તે લાલ મરચા જેવી લાગી રહી છે. આના પર રાખીએ કમેન્ટ કરી કે તે કેક જેવી દેખાઈ રહી છે અને સારા તેના ઉપરની ચેરી છે.
બંનેએ કર્યો જોરદાર ડાન્સ
જ્યારે સારાને કંઈ સમજાતું નથી, ત્યારે તે રડતો ચહેરો બનાવે છે અને રાખીને કહે છે, ‘તને પાપ લાગશે’. આ સાંભળીને રાખી કહે છે કે, મને પાપ લાગશે, લાગવા દે.. હવે હું તારી સામે ડાન્સ કરીશ અને મારા પર બોવ બધું પાપ લગાવીશ, 5 કિલો…10 કિલો…50 કિલો… લેસ્ટ સ્ટાર્ટ. આ પછી બંને સારાની આગામી ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ના ગીત ‘બેબી તુઝે પાપ લગેગા…’ પર ડાન્સ કરતા જોવા મળે છે. ડાન્સ કરતી વખતે, રાખીએ સારાને તેની બાહોમાં પણ ઉપાડી લીધી હતી.