માતાના મઢે પહોંચ્યા રવિન્દ્રસિંહ અને રીવા બા જાડેજા, જાણો કેવો છે આશાપુરા માતાજીનો અનેરો મહિમા

ભાજપના ધારાસભ્ય રીવાબા (MLA Rivaba Jadeja) રવિન્દ્રસિંહ જાડેજા અને ભારતીય ક્રિકેટનો સ્ટાર રવીન્દ્ર જાડેજા (Ravindrasinh Jadeja) સજોડે આજરોજ માતાના મઢ (Mata no madh), કચ્છ ખાતે દેશ દેવી માં આશાપુરાના દર્શન કરવા પહોંચ્યા હતા અને તેમજ સૌની સુખાકારી માટે માં ને પ્રાર્થના કરી હતી. આજે અમે તમને માતાના મઢનો મહિમા અને ઈતિહાસ જણાવીશું.
એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. જે જગ્યાએ માતાજીનુ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મંદિર બંધાવ્યું હતું
૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું.
ચૈત્રી અને આસો મહિનાની નવરાત્રી દરમ્યાન હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દેશભરમાથી પગે ચાલીને માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છેે. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે.
કેવી રીતે પહોંચવું માતાનો મઢ
માતાનો મઢ (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે. વિમાન દ્વારા પહોંચવા માટે નજીકનું હવાઇમથક ભુજ છે. ટ્રેન દ્વારા પહોંચવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન નલીયા છે. માર્ગ દ્વારા પહોંચવા પણ નજીકનું શહેર નલીયા છે.