રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ મહેકાવી માનવતા..બિપોરજોય વાવાઝોડા પહેલા જ કર્યું આ ઉમદા કામ! જોઈને કરશો સલામ…જુઓ

જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ સંભવિત ‘બિપોરજોય’ વાવાઝોડાના પગલે 10 હજારથી વધુ ફૂડ પેકેટ્સ તૈયાર કરાવ્યા છે. જે ચક્રવાત દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. જેથી કોઈને પણ અન્ન કે જળ વિના ના રહેવું પડે.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ આપેલી સેવાની સંસ્કૃતિ પ્રમાણે હું અને મારી ટીમ દિવસરાત કાર્યરત છીએ. 10 હજારથી વધારે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવી રહી છું, જેથી ચક્રવાત દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં કોઈને પણ અન્ન કે જળ વિના ના રહેવું પડે. pic.twitter.com/9LHeQElt1a
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) June 12, 2023
અગાઉ, રિવાબા જાડેજાએ વિધાનસભા વિસ્તારના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. તમામ લોકોને વાવાઝોડા અંગે સાવચેત રહેવા સૂચના આપી હતી. રિવાબા જાડેજાની સાથે પીજીવીસીએલ અને ફાયર વિભાગની ટીમની પણ સાથે જોડાઈ હતી.
બિપોરજોય ચક્રવાતની તૈયારીઓ અંગે સમીક્ષા માટે આજરોજ મારા વિધાનસભાના વૉર્ડ નં.10ના નાગેશ્વર અને ગોમતીપુર વિસ્તાર ખાતે મુલાકાત કરી સમગ્ર ચિતાર મેળવ્યો અને જરૂરીયાત લાગી ત્યાં પ્રજાજનોની સુરક્ષા સુનિશ્ચિત થાય એ પ્રકારના સૂચન આપ્યા.
આ પ્રસંગે શહેર પ્રમુખશ્રી, કોર્પોરેટર શ્રી તથા… pic.twitter.com/FdtFztyuoI— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) June 12, 2023
રીવાબા જાડેજાએ સંભવિત વાવાઝોડા અથવા પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયરની ટીમ તેમજ વીજ તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે વોર્ડ નંબર-2ના કોર્પોરેટરો પણ જોડાયા હતા. તેઓએ સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલીના પડે તેવી ખાત્રી આપી હતી.