પ્રેમી પંખીડાએ સાથે સેલ્ફી લઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા બંને પોતપોતાના વોટ્સએપ સ્ટેટસ પર… જાણો સમગ્ર ઘટના…

પ્રેમી પંખીડાએ સાથે સેલ્ફી લઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા બંને પોતપોતાના વોટ્સએપ સ્ટેટસ પર… જાણો સમગ્ર ઘટના…

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં સુસાઇડ કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પ્રેમી પંખીડાઓએ એક સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બંને ગામની શાળામાં ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે બંને મળતા ન હતા તેથી પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન બંનેનું મૃતદેહ સ્કૂલમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે 5:00 વાગ્યાની આસપાસ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના રાજસ્થાનના બાડમેર માં બની છે. સુસાઇડ કરતા પહેલા બંને એકબીજા સાથે સેલ્ફી લીધી હતી અને પછી ફોટા whatsapp પર શેર કર્યા હતા.

મૃત્યુ પામેલી યુવતીનું નામ ખુશી હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલા યુવકનું નામ ઓમપ્રકાશ હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધો હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે બુધવારના રોજ રાત્રિના સમયે બંને ઘરેથી નીકળી ગયા હતા અને ગામની સરકારી શાળામાં પહોંચી આવ્યા હતા.

બંને અહીં લાંબા સમય સુધી એકબીજા સાથે બેઠા ત્યારબાદ બંને સાથે સેલ્ફી લીધી અને પોતપોતાના whatsapp સ્ટેટસ પર શેર કરી. ત્યારબાદ બંને કાપડની થેલીનો ફાસો બનાવીને સ્કૂલમાં આવેલા ઝાડ પર ગળાફાંસો ખાઈ લીધો. ત્યારે આજ રોજ સવારે ઓમ પ્રકાશની માતા જાગી ત્યારે ઓમ પ્રકાશ ઘરે ન હતો. આ પછી પરિવારના સભ્યોએ ઓમ પ્રકાશની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરિવારના સભ્યો ઓમપ્રકાશને શોધતા શોધતા પાંચ વાગ્યાની આસપાસ શાળામાં પહોંચ્યા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *