આ ગુજ્જુ કાકાની ક્રિકેટ કોમેન્ટરીના PM મોદી અને કપિલ દેવ પણ છે ફેન, અંદાજ છે સાવ અલગ

આ ગુજ્જુ કાકાની ક્રિકેટ કોમેન્ટરીના PM મોદી અને કપિલ દેવ પણ છે ફેન, અંદાજ છે સાવ અલગ

તમે ક્રિકેટ જોતી વખતે ટાઈ અને સૂટ બુટમાં સજ્જ કૉમેન્ટર જોયા હશે પણ આજે અમે આપને એક એવા દેશી ક્રિકેટ કોમેન્ટરથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ.. જે ધોતી કુરતો અને માથે પાઘડી પહેરીને અંગ્રેજી ભાષામાં ઓસ્ટ્રેલિયાના કોમેન્ટેટર રીચી બેનોની જેમ ક્રિકેટની કોમેન્ટ્રી બોલે છે. અને એ પણ છટાકેદાર જેમને 250 થી પણ વધુ યુવાનોને ક્રિકેટની કોમેન્ટ્રી બોલતા શીખવાડ્યા છે.

હાથમાં રેડિયો માથામાં લાલ પાઘડી અને ધોતી કુરતો પહેરીને ખાટલા પર બેઠેલ આ કાકા છે દેવજીભાઈ હેગડે. દેવજીભાઈ હેગડે માત્ર ધોરણ 7પાસ છે પરંતુ તેઓ અંગ્રેજી ભાષામાં ક્રિકેટની કોમેન્ટ્રી માટે સમગ્ર દેશમાં જાણીતા છે. તમે સૂટ બુટ અને ટાઈ સાથે ક્રિકેટની કોમેન્ટ્રી બોલતા કોમેન્ટટેર તો જોયા હશે. પરંતુ આ એક એવા કોમેન્ટટેર છે જેઓ દેશી લુકમાં રિચિ બેનોની સ્ટાઇલમાં કોમેન્ટ્રી બોલે છે.. ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલ સરહદીય વાવ તાલુકાના ફાંગડી ગામમાં રહેતા દેવજીભાઈ ધોરણ સાત પાસે પરંતુ તેઓ 58 વર્ષની ઉંમરે પણ અંગ્રેજી અને હિન્દીમાં ક્રિકેટની કોમેન્ટ્રી કરે છે.. દેવજીભાઈ હેગડેના જીવન પર નજર કરીએ તો કપિલદેવની કેપ્ટનશીપમાં 1983 માં જ્યારે ભારતની ટિમ વર્લ્ડ કપ રમવા માટે વેસ્ટ ઇન્ડીઝ ગઈ.. તે દરમિયાન દેવજીભાઈ હેગડે રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતા હતા અને રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતા સાંભળતા તેમને કોમેન્ટટેર બનવાનું સપનું જોયું.

દેવજીભાઈનો પરિવાર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ હોવાથી ધોરણ સાત પાસ કરીને દેવજીભાઈ અભ્યાસ છોડીને પોતાના પિતા અને ભાઈ સાથે ખેતી કરવા લાગ્યા અને તે દરમિયાન તેઓ રેડિયો પણ સાંભળતા અને રેડિયો સાંભળતા સાંભળતા તેમને કોમેન્ટટેર બનવાનું સપનું પણ જોયું અને 1983 માં કપિલદેવની કેપ્ટનશીપમાં જ્યારે ભારત વર્લ્ડ કપ જીત્યું તેના પછી તો તેમને નિર્ધારિત કરી લીધું કે મારે કોમેન્ટટેર જ બનવું છે અને તેઓ રેડિયો પર ક્રિકેટ ટુર્નામેન્ટોની કોમેન્ટ્રી તેમજ અંગ્રેજી ભાષામાં સમાચારો સાંભળતા ગયા અને રેડિયો સાંભળતા સાંભળતા તેઓ અંગ્રેજી અને હિન્દીમાં કોમેન્ટ્રી બોલતા પણ શીખી ગયા.

તેમને અંગ્રેજીના કેટલાક શબ્દોમાં મુશ્કેલી નડતા તેઓ પોતાના ગામના શિક્ષક પાસે ગયા અને શિક્ષક શિખામણ તેમજ અંગ્રેજીના પુસ્તકનો અભ્યાસ કર્યો અને તેઓ અંગ્રેજી ભાષા પણ શીખી ગયા. તેમની કોમેન્ટ્રી સાંભળીને આજુબાજુના ગામના લોકો તેમને લોકલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લઈ ગયા અને લોકલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેઓ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર અને કોમેન્ટર રીચી બેનોની જેમ કોમેન્ટ્રી બોલતા.. રિચિ બેનોની અવાજથી નકલથી દેવજીભાઈ હેગડે ફેમસ થઈ ગયા અને દેવજીભાઈ હેગડેને અલગ અલગ લોકલ ટુર્નામેન્ટો માંથી આમંત્રણ મળવા માંડ્યું અને તેઓ કોમેન્ટ્રી બોલવા માટે અલગ અલગ શહેરોમાં જવા માંડ્યા.

રાજકોટમાં બાબા બાગેશ્વરને લગ્ન વિશે એવો સવાલ પૂછાયો કે, શરમાઈ ગયા
જેમ જેમ દેવજીભાઈની ઉંમર વધતી ગઈ તેમ તેમ દેવજીભાઈ ની કોમેન્ટ્રી પર પકડ પણ વધુ સારી બનતી ગઈ.. 200 રૂપિયાના મહેનતાનામાં દેવજીભાઈએ કોમેન્ટ્રી બોલવાની શરૂ કરેલ અને આજે દેવજીભાઈ ને 3000 થી 5000 એક દિવસની કોમેન્ટ્રી બોલવા માટે મળે છે.. દેવજીભાઈ હેગડે જે દિવસે ક્રિકેટ માટે કોમેન્ટ્રી બોલવાનું આમંત્રણ ના હોય તે દિવસે દેવજીભાઈ પોતાના બે પુત્રો અને પત્ની સાથે ખેતરમાં ખેતીના કામ સાથે સાથે પશુપાલન પણ કરે છે.. દેવજીભાઈના ચાહકો સમગ્ર દેશમાં છે જ્યારે લોકલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટો રમાય છે ત્યારે દેવજીભાઈને અમદાવાદ વડોદરા, સુરત, રાજકોટ, મુંબઈ, હૈદરાબાદ, જયપુર, બેંગલોર વગેરે દેશના અલગ અલગ શહેરોમાં બોલાવવામાં આવે છે અને દેવજીભાઈ હેગડે પણ ઓસ્ટ્રેલિયાના કોમેન્ટેટર રિચિ બેનોની સ્ટાઇલમાં કકડાટ અંગ્રેજીમાં કોમેન્ટ્રી આપે છે.

કરોડોનું ટર્નઓવર કરતી ઓશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી : શંકર ચૌધરી ફરી ચેરમેન
દેવજીભાઈ જ્યારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી આપવા જાય છે ત્યારે તેઓ ધોતી કુરતો અને પાઘડી પહેરીને જાય છે અને દેશી સ્ટાઇલમાં કોમેન્ટ્રી આપતા જોઈને ક્રિકેટરોની સાથે સાથે લોકો પણ તેમના ચાહક બની જાય છે.. દેવજીભાઈ હેગડે એક રણજી મેચમાં અશોક મિસ્ત્રી સાથે કોમેન્ટ્રી આપેલ આ મેચ ગુજરાત અને બરોડા વચ્ચે રમાઈ હતી.. જ્યારે કપિલ દેવ અમદાવાદમાં આવ્યા ત્યારે દેવજીભાઈ હેગડે અમદાવાદ પહોંચી ગયા હતા અને કપિલદેવને મળ્યા હતા અને કપિલદેવ સામે તેઓ રિચિ બેનોની સ્ટાઇલમાં કકડાટ અંગ્રેજીમાં કોમેન્ટ્રી બોલતા કપિલ દેવ ખુશ થઈ ગયા હતા અને 25,000નો ચેક આપનીને દેવજીભાઈને કોમન્ટ્રી બોક્સમાં લઈ ગયા હતા… વર્ષ 1990 માં રાજકોટ ખાતેની ઇન્ટરનેશનલ મેચ દરમિયાન દેવજીભાઈ તેમના ગુરુ રિચિ બેનોની સાથે મુલાકાત પણ થઈ ગયેલ.. દેવજીભાઈ કપિલ દેવ,દિલીપ વેગેસકર મહેન્દ્ર અમરનાથ, અજુરુદ્દીન ઇરફાન પઠાણ મુન્નાફ પટેલ જેવા ક્રિકેટરો સાથે પણ સારા સંબંધ છે અને આ ક્રિકેટરો સામે પણ તેમને દેશી અંદાજમાં કોમેન્ટ્રી પર કરેલ છે.

દેવજીભાઈ હેગડે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ કોમેન્ટ્રી બોલેલ છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે થરાદ ખાતે આવેલ અને એક કાર્યક્રમમાં દેવજીભાઈને આમંત્રણ આપવામાં આવેલો અને નરેન્દ્ર મોદી જ્યારે સ્ટેજ પર હતા તે દરમિયાન દેવજીભાઈને વચીટિયાઓ અને કરેપ્શન વિશે સ્ટેજ પર કોમેન્ટ્રી બોલવાનું કહેલ દેવજીભાઈ ની અંગ્રેજી ભાષામાં કોમેન્ટ્રીથી નરેન્દ્ર મોદી પણ ખુશ થઈ ગયેલ.. espn અને સ્ટાર વાળાઓની ટીમ પણ એકવાર મુંબઈથી દેવજીભાઈ હેગડે ના ઘરે આવેલ અને તેમને કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવાની વાત કરેલ પરંતુ તેઓ bcciના નિયમ મુજબ નેશનલ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ના રમેલ હોવાથી તેઓ ઇન્ટરનેશનલ મેચના કોમેન્ટટેર ના બની શક્યા.

હવે 58 વર્ષની ઉંમરના દેવજીભાઈ હેગડેની આજે પણ એક ઈચ્છા છે કે ipl માં તેમને એક મોકો આપવામાં આવે.. જેથી તેઓ દેશી સ્ટાઈલમાં આઈપીએલમાં કોમેન્ટ્રી કરી શકે. ઝી24 કલાકના કેમેરા સામે દેવજીભાઈએ માંગ પણ કરી રહ્યા છે કે જીઓ સિનેમા દ્વારા તેમને એક મોકો આપવામાં આવે અને જીઓ સિનેમા સાથે iplની એક મેચ માટે કોમેન્ટ્રી કરવી છે.. દેવજીભાઈનું માનીએ તો વિધાનસભા અદયક્ષ શંકર ચૌધરીની પણ ઈચ્છા છે કે દેવજીભાઈ એકવાર ipl ની મેચમાં કોમેન્ટ્રી કરે.. દેવજીભાઈએ ગુજરાત અને ગુજરાત બહારના 250થી પણ વધુ યુવાનોને ક્રિકેટની કોમેન્ટ્રી શીખવાડી છે… દેવજીભાઈના હાથ નીચે તૈયાર થયેલ 250 જેટલા યુવાનો નાની મોટી ટુર્નામેન્ટોમાં કોમેન્ટ્રી કરીને રોજના 500 થી 1000 રૂપિયા ની કમાણી પણ કરી રહ્યા છે.. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર અને કોમેન્ટર રીચી બેનોને પોતાના ગુરુ માનતા દેવજીભાઈ હેગડે અત્યારે 58 વર્ષની ઉંમરે પણ સતત 12 કલાક કોમેન્ટ્રી કરી શકે છે.. આજે પણ દેવજીભાઈ અનેક નાની મોટી નાઈટ ટુર્નામેન્ટોમાં કોમેન્ટ્રી કરવા દેશના અલગ અલગ ખૂણે જાય છે.

દેવજીભાઈ ના પરિવારની પણ ઈચ્છા છે કે દેવજીભાઈ ને આઇપીએલમાં મેચમાં કોમન્ટ્રી માટે એક તક આપવામાં આવે.. દેવજીભાઈ નો પરિવાર સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે અને iplમાં કોમેન્ટ્રી બોલવાનું દેવજીભાઈ નું સપનું પૂરું કરવામાં આવે.

રેડિયોથી હિન્દી અને અંગ્રેજીમાં કોમેન્ટ્રી કરતા દેવજીભાઈ હેગડે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર અને કોમેન્ટટેર રીચી બેનોને પોતાને ગુરુ માને છે. અને રીચી બેનોની સ્ટાઇલમાં જ કકડાટ અંગ્રેજીમાં કોમેન્ટ્રી બોલે છે. હવે જોવું એ રહ્યું કે આઇપીએલ અને જીઓ સિનેમા પર કોમેન્ટ્રી બોલવાની દેવજીભાઈ હેગડેની ઈચ્છા પૂર્ણ થાય છે કે નહીં.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *