વધુ એક યુવકનું હાર્ટ એટેક આવતા મોત..! દ્વારકામાં 26 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા મોત… જુવાનજોધ દીકરાનું મોત થતા માતા-પિતાએ હૈયા ફાટ રુદન કર્યું…

વધુ એક યુવકનું હાર્ટ એટેક આવતા મોત..! દ્વારકામાં 26 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા મોત… જુવાનજોધ દીકરાનું મોત થતા માતા-પિતાએ હૈયા ફાટ રુદન કર્યું…

રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ સતત વધી રહી છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓને હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલો વધુ એક તેવો જ કિસ્સો સામે આવી રહ્યો છે.

ઘટનામાં દ્વારકાના 26 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના એક યુવાનને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને આ કારણોસર તેનું મોત થઈ ગયું હતું. જુવાનજોધ દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

મૃત્યુ પામેલા 26 વર્ષના યુવકનું નામ પ્રશાંત પ્રવિણભાઈ કંઝરીયા હતું. પ્રશાંતના મોતના કારણે સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સતત વધતી હાર્ટ એટેકની ઘટનાના કારણે હવે લોકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે. આ પહેલા પણ તમે આવી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સાંભળીએ છીએ.

જેમાં ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે ડાન્સ કરતી વખતે અથવા તો જીમ કરતી વખતે, હાર્ટ એટેક આવવાના કારણે લોકોના મોત થતા હોય છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. થોડાક દિવસ પહેલા ગુજરાતમાં એક જ દિવસે બે હાર્ટ એટેકના બનાવો બન્યા હતા. આ ઘટનામાં બે કિશોરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

જેમાં એક 17 વર્ષના કિશોરનું નાળિયેરીના બગીચામાં કામ કરતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઘટના જૂનાગઢમાં બની હતી. જ્યારે બીજી ઘટના રાજકોટમાં બની હતી. આ ઘટનામાં રાજકોટની ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *