હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો…! રાત્રે ઊંઘમાં સૂતેલા માતા અને બે દીકરાઓ સાથે કંઈક એવી ઘટના બની કે…ત્રણેયના એક સાથે કરુણ મોત…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે દીકરાઓ અને માતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિવારની નજરની સામે બંને દીકરા અને માતા સાથે કંઈક એવી ઘટના બની કે આખી ઘટના સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે. દેશના અનેક રાજ્યોમાં સારો એવો વરસાદી મહોલ જામ્યો છે ખાસ કરીને ગુજરાત(Gujarat) અને રાજસ્થાન(Rajasthan)ના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
રાજસ્થાનના પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અજમેર જિલ્લાના બિજાઈનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખુટીયન ગામમાં મોડી રાત્રે ભારે પવન અને તુફાનના કારણે એક ઘરની દિવાલ ધરાસાઈ થઈ ગઈ હતી. જેના કારણે ઘરમાં સૂતેલી 50 વર્ષીય મહિલા અને તેના બંને દીકરાઓના મોત થયા છે.
આ અકસ્માતની ઘટનામાં છ વર્ષની બાળકી અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંનેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ રવિવારના રોજ સવારે મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહના પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના મોડી રાત્રે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. રાત્રિના સમયે ભારે પવન અને વાવાઝોડાના કારણે ઘરની દીવાલો ધરાશાય થઈ ગઈ હતી.
આ કારણોસર ઘરમાં સૂતેલા પરિવારના લોકો દિવાલની નીચે દટાઈ ગયા હતા. આ ઘટનામાં પરિવારના ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું કરુણ મોત થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 50 વર્ષીય મહિલા, 20 વર્ષીયા દીકરો સુરેશ અને 18 વર્ષે વર્ષીયા નામના દીકરાનું આ ઘટનામાં મોત થયું છે.
સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.